Advertisement
Author: નોબત સમાચાર

દરેડ પાસે ચારસવારી બાઈક સાથે સ્કોર્પિયો અથડાઈઃ એક યુવાનનું મૃત્યુ, ત્રણને થઈ ઈજા

સ્કોર્પિયો ચાલર સામે મહિલાએ નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના લાલપુર બાયપાસથી દરેડ વચ્ચે શુક્રવારે રાત્રે ચારસવારી બાઈક સાથે એક સ્કોર્પિયો ટકરાઈ પડતા ચેલા ગામના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણને ઈજા થઈ છે.

જામનગરથી લાલપુર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામ નજીક પીટીસી કોલેજ પાસે મારવાડીવાસમાં રહેતા મુકેશભાઈ જીવણભાઈ રાઠોડ ગયા શુક્રવારે રાત્રે સાડા દસેક વાગ્યે મુકેશભાઈ પોતાના જીજે-૧૦-ડીએફ ૫૭૨૩ નંબરના મોટરસાયકલ પર ધાર્મિક સોલંકી, વિરમ ભાટી અને દેવાભાઈ સાથે જામનગર તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન દરેડ ગામ નજીકની નીલગીરી ગોળાઈમાં જીજે-૧૦-ડીઈ ૪૨૦૦ નંબરની સ્કોર્પિયો કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં મુકેશભાઈ સહિત ધાર્મિક સોલંકી, વિરમ ભાટી અને દેવાભાઈને ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજા થતાં મુકેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની મધુબેને સ્કોર્પિયોના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh