Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં ઘર આંગણે જ મળશે જમીન સંપાદન સહિત સેવાઓ

જમીન દફતર ખાતાની સેવાઓનું વિકેન્દ્રીકરણઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૪: મહેસુલ વિભાગના ખાતાના વડા સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજય, ગાંધીનગરની કચેરી હેઠળના જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગની જગ્યાઓ જેવી કે ડી.આઈ.એલ.આર., સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, હક્કચોક્સી અધિકારી વગેરે અસ્તિત્વમાં હતી. પ્રજાલક્ષી કામગીરી ધરાવતી મહેસૂલ વિભાગની મામલતદાર કચેરીઓ તથા સબ-રજીસ્ટ્રાર કચેરીઓ તેમજ પંચાયત વિભાગની તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ માટે તાલુકાને પાયારૂપ ગણી કામગીરી/ફરજો નિયત કરવામાં આવેલ છે.

જેથી હાલમાં જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાએ જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગની જગ્યાઓની કામગીરી તાલુકા કક્ષાએ લઈ જવાથી વહીવટી તંત્ર સુદૃઢ અને મજબૂત થશે તેમજ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ તથા તાલુકા કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોનું આયોજન બધ્ધ ઝડપથી નિરાકરણ થશે. તેમજ કામગીરી માટે પ્રજાને જિલ્લા કક્ષાએ જવાના બદલે તેઓના રહેઠાણથી નજીક તાલુકા કક્ષાએ ત્વરિત સેવા મેળવી શકે તે હેતુથી જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગ અને તે સંવર્ગ હેઠળની તમામ જગ્યાઓના નામાભિધાન સુધારીને જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ કરવામાં આવેલ છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નીચે મુજબની કચેરીઓ શરૂ થયેલ છે.

જેમાં, ખંભાળિયા તાલુકાની જમીન દફતર નિરીક્ષક કચેરી જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, જામખંભાળીયામાં, ભાણવડ તાલુકાની જમીન દફતર નિરીક્ષક કચેરી તાલુકા સેવા સદન, બીજો માળ, ભાણવડમાં, ઓખામંડળ (દ્વારકા) તાલુકાની જમીન દફતર નિરીક્ષકની કચેરી, રાધા રમણદેવ સ્વામિનારાયણ મંદિર- જુનાગઢ ટ્રસ્ટની માલિકીનું મકાન, મુ.પો.-દ્વારકામાં તેમજ કલ્યાણપુર તાલુકાની જમીન દફતર નિરીક્ષકની કચેરી જગદીશ રૂગનાથ રાયઠ્ઠઠા અને માલતી જગદીશ રાયઠ્ઠઠાની માલિકીનું મકાન, જુના બસ સ્ટેશન પાસે, બીઓબી વાળી શેરી, કલ્યાણપુરમાં કાર્યરત કરવામાં આવી છે.

ઈન્સ્પેકટ ઓફ લેન્ડ રેકોર્ડઝ વ્યવસ્થા અમલી બનતા જમીન દફતર ખાતાની તમામ સેવાઓ તાલુકાએથી જ મળતી રહેશે અને વિકેન્દ્રીકરણ થવાથી વહીવટી કામગીરીમાં પણ વેગ આવશે તથા અગાઉ પ્રોપર્ટીકાર્ડ માટે સિટી સર્વે કચેરી, જમીન માપણી માટે ડી.આઈ.એલ.આર. કચેરી જવાનું થતુ હતુ જે બદલે નવી વ્યવસ્થાથી તાલુકા કક્ષાએથી એકજ કચેરીએથી જમીન દફતર વિભાગની સેવાઓ જેમ કે, માપણી, પ્રોપર્ટીકાર્ડ, સ્વામિત્વ વિગેરેનો લાભ નાગરિકોને મળશે જેથી તમામ નાગરિકોને અનુરોધ છે કે, જમીન માપણી, પ્રોપર્ટીકાર્ડ અને જમીન રેકર્ડ વિગેરે સેવાના લાભ માટે ઉપર દર્શાવેલ સરનામા મુજબની જમીન દફતર નિરીક્ષક તાલુકા કચેરીનો સંપર્ક સાધવા સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh