Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેતીચોરી પકડવા પડાયેલા દરોડાનો ખાર કઢાયોઃ
જામનગર તા. ૬: લાલપુરના આરીખાણા ગામના એક યુવાનનું શનિવારે ચાર શખ્સે મોટરમાં અપહરણ કરી ઝાડ સાથે બાંધી મારકૂટ કરી હતી. ગયા સપ્તાહે ખાણખનીજ વિભાગે રેતીચોરી પકડવા પાડેલા એક દરોડાના કારણે ઉપરોક્ત હુમલો થયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
લાલપુર તાલુકાના આરીખાણા ગામના હરેશભાઈ નારણભાઈ સોજીત્રા નામના યુવકને શનિવારે બપોરે કિશનભાઈ વૈષ્ણવની વાડીએ મળવા આવવા માટે મેમાણા ગામના બળદેવસિંહે કહેતા હરેશભાઈ ગયા હતા.
આ વેળાએ ત્યાં હાજર બળદેવસિંહ, સુખુભા, ઋતુભા, બળદેવસિંહના દીકરાએ કાળા રંગની મોટરમાં બળજબરીથી હરેશભાઈને બેસાડી અપહરણ કર્યા પછી એક ખેતરમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી પાઈપ તથા એરગનના બટ વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને ફરિયાદ કરીશ કે સારવાર લેવા જઈશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. હરેશભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
થોડા દિવસ પહેલાં ખાણખનીજ વિભાગે હરેશભાઈના ખેતર પાછળ નદીમાંથી રેતીચોરી પકડી પાડી હતી. તે બાબતનો ખાર રાખી શનિવારે હરેશભાઈનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial