Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રાજકીય મતભેદ રાખી ભાજપના પૂર્વ પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૬: દ્વારકા શહેરના ચરકલા રોડ પર આવેલા સતવારા સમાજની વાડી પાસે રાજકીય અદાવત રાખી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને અગ્રણી કાર્યકરને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાવખાની ધમકી આપવા અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે કોંગ્રેસ અગ્રણી વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દફતરે નોંધાયેલી વિગત અનુસાર દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારમાં રહેતા અને હોટલ વ્યવસાયી તેમજ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ તથા વર્તમાન કોર્પોરેટર વિજયભાઈ પરસોત્તમભાઈ બુજડ સવારે તેમના સાથીદારો ગોપાલભાઈ કણઝારીયા અને કિશનભાઈ વાયડા સાથે ચરકલા રોડ પર આવેલા સતવારા સમાજની વાડીએ જઈ રહ્યા હતા.

ત્યાં આગામી બે દિવસના પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમમાં આયોજનની તૈયારીઓ ચાલી રહી હોય તેની સમીક્ષા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન સતવારા સમાજની વાડીના મુખ્ય ગેઈટ પાસે હાજર દ્વારકાના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ પરમારે રાજકીય ખાર રાખી વિજયભાઈ સાથે ઝઘડો કર્યાે હતો. આરોપીએ વિજયભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૫૧ (૩) અને ૩૫૨ હેઠળ ગુન્હો નોંધી તપાસ એએસઆઈ કાગડીયાને સોંપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh