Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના જસાપર પાસે બાઈકને હડફેટે લઈ મોટર નાઠીઃ ચાલકને ફ્રેક્ચર સહિતની ઈજા

ખંભાળિયા બાયપાસ પાસે અકસ્માતમાં યુવાનને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: કાલાવડના જસાપર પાસે એક મહિના પહેલાં રાત્રિના સમયે બાઈકચાલકને મોટર ઠોકર મારીને નાસી ગઈ છે. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા બાઈકચાલકને સારવારમાં ખસેડાયા છે. જ્યારે ગયા સપ્તાહે ખંભાળિયા બાયપાસ પાસે એક યુવાનને બાઈકે હડફેટે લીધુ છે.

કાલાવડના જસાપર ગામના રાજેશભાઈ વલ્લભભાઈ ફળદુ ગઈ તા.૭ જુનની રાત્રે પોતાના બાઈક પર જતા હતા ત્યારે જસાપર ગામ પાસે એક અજાણી મોટર તેઓને ઠોકર મારી નાસી ગઈ હતી. આ અકસ્માતમાં જમણો પગ, ડાબો હાથ ભાંગી જવા ઉપરાંત હાથની પાંચેય આંગળીઓમાં રાજેશભાઈને ફ્રેક્ચર થઈ ગયું છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ખોડિયાર કોલોની સામે આવેલા મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ પર પ્રગતિ પાર્કમાં રહેતા લક્ષ્મણભાઈ જીવરાજભાઈ રાબડીયાના પુત્રને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી છે. ગઈ તા.૩૦ની સવારે આશરે ૮ વાગ્યે તેઓ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી લાલપુર બાયપાસ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જીજે-૧૦-એઆર ૯૧૦૨ નંબરના મોટરસાયકલના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને ટક્કર મારી હતી.

અકસ્માતના કારણે યુવાન રોડ પર પટકાતા માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે લક્ષ્મણભાઈ જીવરાજભાઈ રાબડીયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh