Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આસામી સામે નોંધાઈ હતી બે વખત વીજચોરીઃ
જામનગર તા. ૬: જામનગરના એક આસામી સામે વીજચોરીના બે ગુન્હા નોંધાયા પછી તે કેસ ચાલી જતા વીજ અદાલતે વીજચોરીની રકમથી ત્રણ ગણો દંડ ભરવા અથવા એક વર્ષની કેદની સજા ભોગવવા આ આરોપીને હુકમ કર્યાે છે.
જામનગરના મહાલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં બળવંતભાઈ ભીખુભા રાઠોડના મકાનમાં ગઈ તા.૯-૯-ર૦૨૦ તથા તા.૭-૮-૨૦૨૨ના દિવસોએ વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બંને વખત બળવંતભાઈને ત્યાંથી વીજચોરી ઝડપાઈ ગઈ હતી.
આ આસામી સામે વીજ કંપનીના નાયબ ઈજનેરે અનુક્રમે રૂ।.૨૭,૭૪૩ તથા રૂ।.૧૯,૫૯૯ની વીજચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં ખાસ વીજ અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી વીજચોરીની રકમથી ત્રણ ગણો એટલે કે રૂ।.૧,૪૨,૦૨૯નો દંડ ફટકાર્યાે છે. ૩૦ દિવસમાં દંડ ભરવામાં ન આવે તો એક વર્ષની કેદની સજા આપવામાં આવી છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial