Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા પંદર-વીસ દિવસથી ચાલતી કામગીરીઃ
જામનગર તા. ૬: જામનગરની પંચોતેર વર્ષ કરતા વધુ જુની ગીતા લોજવાળી ઈમારત જર્જરિત અને જોખમી બનતા તેની પાડતોડ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગઈકાલથી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જામનગરના જુના રેલવે સ્ટેશન પાસેની ગીતા લોજવાળી ઈમારત પંચોતેર વર્ષ જુની હોવાથી જર્જરિત બની હતી. જો તે તૂટી પડે તો લોકોના જીવ પર જોખમ ઝળુંબતો હતો. આથી, મહાનગરપાલિકા દ્વારા જરૂરી પત્ર વ્યવહાર કર્યા પછી તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અને લગભગ છેલ્લા ૨૦ દિવસથી ગીતા લોજવાળી બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરી માણસો દ્વારા કરવામાં આવી હતી. હવે એક માળનું બાંધકામ તોડી પાડવાનું બાકી હોવાથી ગઈકાલે મશીનરીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જે કામગીરી આજે સવારે પણ ચાલુ જોવા મળી હતી. પરંતુ મશીનરીનો ઉપયોગ શરૂ થતાં હવે ટૂંક સમયમાં જ આ બાંધકામ વાળી જગ્યા ખાલી થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial