Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દરિયાકાંઠે કરાયું સઘન ચેકીંગઃ રાષ્ટ્રીય સુરક્ષા માટે એજન્સીઓ સતર્ક

મરીન ટાસ્કફોર્મ તથા એટીએસની ટૂકડીઓ પેટ્રોલિંગમાં જોડાઈઃ

                                                                                                                                                                                                      

ભારતના સાગરકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવાના હેતુથી જામનગરના સાગરકાંઠાઓમાં પણ ભારતના ફાસ્ટફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને રાખી તેમજ રાષ્ટ્રીય વિરોધી, ગેરકાયદે, અસામાજિક આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા જામનગરના રોઝીબંદર, નવા-જૂના બેડીબંદર, માધાપર-ભુંગા સહિતના દરિયાઈ વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મરીન કમાન્ડો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બોટો, શંકાસ્પદ વ્યક્તિઓ, ફીશ લેન્ડીંગ પોઈન્ટ, ફીશીંગ સેન્ટર, વાઈટલ એરિયા અને અવાવરૂ જગ્યાઓમાં ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે ફૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું. એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્કફોર્સના નાયબ પોલીસ મહાનિર્દેશક એ.એમ. મુનીયા, હજીરાના એસપી એસ.જે. પરમારના વડપણ હેઠળ પેટ્રોલિંગ કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh