Advertisement
Author: નોબત સમાચાર

મોબાઇલ દુકાનમાં કર્મચારી પર હુમલો

વીડિયો વાયરલ થયા પછી ફરિયાદ નોંધાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના લીમડા લાઈનમાં આવેલી મોબાઈલની એક દુકાને ગયા મંગળવારે સાંજે ગયેલા એક શખ્સે ત્યાં કામ કરતા કર્મચારીને ફડાકા ઝીંકી દઈ જોઈ લેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના હાલાર હાઉસ પાસે આવેલા સ્ટાર બિલ્ડિંગમાં રહેતા અને લીમડા લાઇન સ્થિત 'ઉમિયા માય ફોન મોબાઇલ'  નામની દુકાનમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના દિનેશ વસતારામજી રાજપુરોહિત નામના યુવાન મંગળવારે સાંજે પોતાની દુકાને હાજર હતા ત્યારે લવેશભાઈ નાથાભાઈ વાંક નામનો શખ્સ દુકાને આવ્યો હતો.

તેણે ગળામાં પહેરવાની હેન્ડ ફ્રી (નેકબેન્ડ) બતાવવાનું કહ્યું હતું. તે પછી ગાળો ભાંડી દિનેશને ત્રણથી ચાર તમાચા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શનિવારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh