Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેવન્યૂ પ્રેક્ટિસનર એડવોકેટસ એસો. દ્વારા
જામનગર તા. ૨૩ઃ જામનગરના રેવન્યૂ પ્રેક્ટિસનર એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ એડવોકેટ કરણભાઈ વારોતરીયા તથા મંત્રી એડવોકેટ કેતનભાઈ દોઢિયાએ જામનગર જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી અંગે રજુઆત કરી પડતર અરજીઓનો નિકાલ સાત દિવસમાં કરવા માંગણી આવી છે.
જે ખાતેદાર ખેડૂતો તેની જમીન વેંચાણ કે અન્ય કોઈપણ રીતે તબદીલ કરે છે અને તેઓને ખાતેદાર ખેડૂત રહેવા માટે સરકાર દ્વારા વખતોવખતની સૂચના-વહીવટી પરિપત્રો પ્રમાણે જમીન તબદીલ કર્યાની તારીખથી બે વર્ષમાં ખેતીની જમીન ખરીદી કરવા સમય મર્યાદાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. જે ખાતેદાર ખેડૂત પ્રમાણ પત્ર અંંગેની અરજી જરૃરી દસ્તાવેજી આધારો સાથે હાલ મામલતદાર પાસે કરવાની જોગવાઈ અમલમાં હતી અતે તેઓ દ્વારા જ આપવામાં આવે છે. પરંતુ થોડા મહિનાથી આ પ્રક્રિયા મામલતદાર દ્વારા અચાનક બંધ કરવામાં આવી છે. હવેથી આવું ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર જે તે પ્રાંત અધિકારી પાસેથી મેળવવાનું જણાવવામાં આવેલ છે. જે અંગે પ્રાંત અધિકારીનો સંપર્ક કરતા તેઓ દ્વારા આવી કોઈ સૂચના નથી તેમ જણાવેલ છે. જેથી ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાની જે અરજીઓ પેન્ડીંગ છે. તેનો બંને કચેરીઓ વચ્ચે સંકલન અને સ્પષ્ટતાના અભાવે લાંબા સમયથી નિકાલ થતો નથી અને ખેડૂતો બીજે જમીન ખરીદી શકતા નથી. જેથી જે કોઈ વહીવટી સૂચના હોય તે સ્પષ્ટતાપૂર્વક તાત્કાલીક આદેશ-હુકમથી પાઠવી ગુજરાત રાજ્યના અન્ય જગ્યાએ જે એકસરખી પ્રથા તથા હુકમની અમલવારી જોઈ યોગ્ય માર્ગદર્શન-વહીવટી હુકમો તાત્કાલીક અસરથી નિકાલ કરવા હુકમ રજુઆત કરવામા આવી છે. તેમજ ખાતેદાર ખેડૂતનું પ્રમાણપત્ર અરજી કર્યાના સાત દિવસમાં મળે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial