Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની આર્થિક પ્રગતિ માટે વિસ્તારપૂર્વક નિર્ણય લેવાયો!
ગાંધીનગર તા. ૨૩ઃ ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુું કે ગુજરાતની આર્થિક પ્રગતિ માટે અને બહારથી આવતા ટેલેન્ટને સાચવવું જરૃરી હોવાથી ગિફટ સિટીમાં દારૃની પરમીટનો નિર્ણય લેવાયો છે.
ગિફ્ટ સિટીમાં દારૃની પરમીટ પર ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે રાજ્ય સરકાર હંમેશાં પ્રગતિ માટે નિર્ણય કરે છે. આ માટે તમામ મુદ્દા વિચાર કર્યા બાદ નિર્ણય કર્યો છે. જેના પર રાજ્યના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર હંમેશાં રાજ્યની પ્રગતિ માટે નિર્ણય કરે છે. તેમાં ગુજરાતની આર્થિક પ્રગતિ માટે નિર્ણય લેવાય છે.
ગિફ્ટ સિટીમાં દારૃની પરમીટ પર વિવિધ જગ્યા પર નિવેદનો અને ક્યાંક વિરોધ સામે આવી રહ્યા છે. આ વચ્ચે સરકારના પ્રવક્તા મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે બહારથી આવીને લોકો અહીં કામ કરે છે. જેના માટે સરકારે વિચારણા કરી છે. બહારથી આવતા ટેલેન્ટને સાચવવું જરૃરી હોય છે. તેના માટે નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, તેમને અનૂકુળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન છે. તેમજ આ નિર્ણયથી ગિફટ સિટીમાં બહારથી મોટા પ્રમાણમાંં લોકો આવશે જેનાણી ઘણાં લાભ થશે બહારથી આવતા લોકોના જીવનમાં દારૃ વણાયેલો છે, જેથી નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યુંં છે કે, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વેપાર અંગે જે લોકો આવતા હોય છે તેમની જરૃરીયાતો સચવાય તે પણ જરૃરી છે. એટલે બીજા દેશ અને રાજ્યના લોકો અહીં આવે અને તેની સગવડતા સચવાય તેના માટે સરકારનો નિર્ણય મારી દૃષ્ટિએ યોગ્ય નિર્ણય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial