Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૮ કલાકમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ૨૩ઃ જામનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ૧.૫ ડિગ્રી ઘટીને ૧૫.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે નગરમાં ટાઢોળુ છવાઈ ગયું હતું.
નગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ૧.૫ ડિગ્રી સુધી નીચે સરકીને ૧૫.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. વાદળોની આવન-જાવન અને લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે જામનગરમાં ટાઢોળુ પ્રસરી ગયું હતું. નગરસીમ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વધારે ઠંડી અનુભવાઈ હતી. ઠંડીમાં જેમ-જેમ વધારો થઈ રહ્યો છે તેમ-તેમ ગરમ કપડાની દુકાનો, સ્ટોલ તથા લારીઓ પર લોકોનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકો ગરમ વસ્ત્રો તેમજ તાપણાનો સહારો લઈ રહ્યા છે.
જામનગરમાં શનિવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન પોણા બે ડિગ્રીથી વધુના વધારા સાથે મહત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીને ૭૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૧૦ થી ૧૫ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial