Advertisement
Author: નોબત સમાચાર

ઘરકામ કરવા જવાની ના પાડી પત્ની પર પતિએ છરીથી કર્યાે હિચકારો હુમલો

ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડાયાઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના સરમત ગામના પાટિયા પાસે રહેતા એક મહિલા પર ગઈકાલે તેમના પતિએ છરીથી હુમલો કરી ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ મહિલા ઘરકામ કરવા જતાં હોય ત્યાં જવાની પતિએ ના પાડ્યા પછી ઝઘડો કરી હુમલો કર્યાે હતો.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત ગામના પાટિયા પાસે સ્કૂલ નજીક વસવાટ કરતા માણશીબેન અજમલભાઈ રાજાણી ઉર્ફે લક્ષ્મીબેન (ઉ.વ.૩૫) નામના મહિલા પર ગઈકાલે સવારે તેમના પતિ અજમલભાઈ લુણાભાઈ રાજાણીએ છરી વડે હુમલો કર્યાે હતો.

આ વેળાએ લક્ષ્મીબેનને હાથમાં છરી વાગી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ લક્ષ્મીબેન અન્ય વ્યક્તિને ત્યાં ઘરકામ કરવા જતા હતા. તેઓને પતિ અજમલભાઈએ કામ કરવા જવાની ના પાડતા પત્નીએ હું કામ કરવા જઉં છું તેમાં તમને શું તકલીફ છે તેમ કહેતા ઉશ્કેરાયેલા પતિએ ગાળો ભાંડી હતી. તેઓને ગાળો બોલવાની ના પાડતા પતિએ છરી કાઢી તેનો ઘા ઝીંકવાનો પ્રયાસ કર્યાે હતો. ઘા બચાવવા માટે લક્ષ્મીબેને વચ્ચે હાથ નાખતા તેણીને ઈજા થઈ હતી. પોલીસે આઈપીસી ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh