Advertisement
Author: નોબત સમાચાર

ખેતીવાડી રેલવે ઓવરબ્રીજના ઢાળીયે જ મોટા-મોટા ખાડાઃ ઝળુંબતો ભયંકર અકસ્માત

દિગ્જામ સર્કલ તરફથી પુલ પર ચડતાં જ હરોળબંધ ખાડાથી વાહનચાલકો પરેશાન

જામનગર તા. ર૩ઃં જામનગરમાં દિગ્જામ સર્કલથી મહાકાળી તરફ જતા માર્ગે નવા બનેલા ખેતીવાડી રેલવે ઓવરબ્રીજના દિગ્જામ સર્કલ તરફના ઢાળીયે હરોળબંધ ખાડાઓ પડી ગયા છે અને તેમાં બે-ત્રણ ખાડાઓ તો ગમે ત્યારે ભયંકર અકસ્માત સર્જાય તેવા છે. આ માર્ગે દરરોજ સંખ્યાબંધ સરકારી વાહનો-તથા મનપાના વાહનો પણ પસાર થાયમ છે, છતાં આ ખાડાઓ પુરવાની દિશામાં કાંઈ થતુ નથી, તે અંધેર વહીવટનો નમુનો છે.

આ માર્ગથી નૌકાદળ, એરફોર્સ તથા સંખ્યાબંધ શાળા-મહાશાળાઓની સ્કૂલબસો સહિતના વાહનો પસાર થાય છે અને એરફોર્સ-તિરૃપતિથી સમર્પણ સુધી વિસ્તરેલા વિસ્તારોમાં આવેલ સંખ્યાબંધ સોસાયટીના હજારો લોકોના વાહનો પણ પસાર થતા હોય છે. આ ખાડાઓ તત્કાળ નહીં બુરાય તો, ગમે ત્યારે ભયંકર અકસ્માત થાય તેમ હોઈ, તંત્ર તત્કાળ આ ખાડાઓ સહિતના તમામ ખાડા-ચિરોડાઓની મરામત કરે તેવી માંગણી ઉઠી રહી છે.

આ મુદ્દે મનપાના અધિકારીઓ-શાસકો તત્કાળ ધ્યાન નહીં આપે તો અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh