Advertisement
Author: નોબત સમાચાર

ગણપતનગર પાસે ગંજીપાના વડે જુગાર રમતા મહિલા અને ચાર શખ્સ ઝડપાયા

બાલનાથ સોસાયટીમાંથી વર્લીબાજની ધરપકડઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના ગણપતનગર પાસે ખુલ્લા ફાટક નજીક ગઈકાલે ગંજીપાના કૂટતા એક મહિલા સહિત પાંચ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. જ્યારે બાલનાથ સોસાયટીમાં એક શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો.

જામનગરના દિગ્જામ વુલન મીલ ૫ાસે આવેલા ગણપતનગર નજીક ખુલ્લા ફાટક પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી મંજુબેન ડાયાભાઈ ડાભી, રમેશભાઈ રામજીભાઈ રાઠોડ, હમીરભાઈ પાલાભાઈ ગરચર, કાંતિલાલ દેવજીભાઈ પોપટ તથા કિશનભાઈ દેવજીભાઈ સોલંકી નામના પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૬૯૮૦ કબજે કર્યા છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પરની બાલનાથ સોસાયટીમાં ગઈકાલે રાત્રે વર્લીના આંકડા લખતા હિતેશ કિશોરભાઈ રાઠોડ ઉર્ફે હસુ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સના કબજામાંથી રૃા.૬૧૭૦ રોકડા અને વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh