Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે બપોરે હેન્ડીક્રાફ્ટ એક્સપોનું ઉદ્દઘાટનઃ રાત્રે લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમઃ
સુપ્રસિદ્ધ યાત્રધામ અને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ એવી દ્વારકાધીશમાં આજથી બે દિવસ માટે સાડત્રીસ હજાર આહિરાણીઓના મહારાસ ઉત્સવનો ભારે ઉત્સાહભર્યા માહોલમાં આરંભ થઈ રહ્યો છે.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ ઐતિહાસિક મહારાસ નિમિત્તે બે દિવસ માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના શુભહેતુસર યોજાનાર મહારાસ વિશ્વ રેકર્ડ બનશે.
ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધૂ, બાણાસુરના પુત્રી અને પુત્ર અનિરૃદ્ધના પત્ની ઉષા રાસ રમ્યા હતા. તેની સ્મૃતિરૃપે દ્વારકાના આંગણે શ્રીકૃષ્ણ ભગવાન સમક્ષ રાસ રમીને શ્રીજીના ચરણોમાં સમર્પિત કરશે.
આજે બપોરે હેન્ડીક્રાફ્ટ વિમેન્સ એક્સપોનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જાહેરજનતા માટે બે દિવસ ખૂલ્લું રહેશે.
દ્વારકામાં અતિ વિશાળ ફલક પર તૈયાર કરાયેલા નંદધામમાં આજે સાંજથી સાંસ્કૃતિક કાર્યક્રમ તથા માયાભાઈ આહિર સહિત આહિર સમાજના કલાકારોનો લોકડાયરો યોજાશે.
જ્યારે ઈતિહાસનું પુનરાવર્તન સમાન ૩૭ હજાર આહિરાણીઓનો પરંપરાગત પરિધાન સાથે મહારાસ સવારે બ્રહ્મમુહૂર્તમાં યોજાશે. આ મહારાસના પ્રારંભ પહેલા બ્રહ્માકુમારીસ વિશ્વ વિદ્યાલયના જાણીતા વક્તા પૂ. બી.કે. ઉષા દીદી નારી તું નારાયણીના સંદેશ સાથે ગીતાજીનો સંદેશ આપશે.
આ ભવ્ય અને અતિ વિશાળ ફલક પર યોજાનારા ઉત્સવમાં ઉપસ્થિત રહેવા હાલાર, સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી દોઢેક લાખ જેટલા આહિરો ઉમટી પડ્યા છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સંસદ સભ્ય પૂનમબેન માડમ, આગેવાનો ભીખુભાઈ વારોતરીયા, મૂળુભાઈ કંડોરીયા, પ્રવિણભાઈ માડમ, મેરામણભાઈ ગોરીયા, મેરામણભાઈ ભાટુની દેખરેખ હેઠળ સેંકડો કાર્યકર ભાઈઓ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ઉત્સવ દરમ્યાન આહિર સમાજના ધર્મગુરૃઓ, શારદાપીઠના નારાયણનંદ સ્વામીજી, ગોવિંદ સ્વામી, માધવપ્રસાદ સ્વામી, કેશવાનંદજી વિગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial