Advertisement
Author: નોબત સમાચાર

સત્યમ્ કોલોનીમાં ₹ ૨ લાખ સાથેનું ઈલેકટ્રીક સ્કૂટર ઉપડી ગયું

પાસવર્ડ લગાડી સ્કૂટર જ ઉઠાવી જવાયુંઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાંથી બુધવારે બપોરે એક આસામીનું ₹ ૨ લાખની રોકડ જેમાં હતી તે ઈલેકટ્રીક સ્કૂટર કોઈ શખ્સ પાસવર્ડ લગાડી ઉઠાવી ગયો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ યથાવત રાખી છે.

જામનગરના હરિયા કોલેજ રોડ પર આવેલા કૈલાસનગરમાં રહેતા અને એક વર્તમાનપત્ર સાથે સંકળાયેલા દીપકભાઈ મોહનભાઈ ઠુમ્મર બુધવારે બપોરે ત્રણેક વાગ્યે પોતાની સત્યમ્ કોલોની રોડ પર શ્રીજી કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસ પર જીજે-૧૦-ડીએમ ૩૩૪૦ નંબરના ઈલેકટ્રીક સ્કૂટરમાં આવ્યા હતા.

આ વેળાએ તેઓએ બેંકમાં ભરવા જવાના ₹ ર લાખ સાથે રાખ્યા હતા. તે રકમ દીપકભાઈએ સ્કૂટરની ડેકીમાં મૂકી હતી પરંતુ કામના કારણે બેંકનો સમય પૂર્ણ થઈ જતાં દીપકભાઈ બેંકમાં પૈસા ભરવા જઈ શક્યા ન હતા અને તે રકમ સ્કૂટરમાં પડી રહી હતી.

ત્યારપછી રાત્રે આઠેક વાગ્યે તેઓએ જ્યારે ઘેર જવા માટે પોતાનું સ્કૂટર કાઢવા વિચાર્યું ત્યારે તેઓનું સ્કૂટર જોવા નહીં મળતા હાંફળા ફાંફળા બની તેઓએ શોધખોળ શરૂ કરતા ત્યાં મુકવામાં આવેલા એક સીસીટીવી કેમેરામાં દેખાયું હતું કે, બપોરના સવા ત્રણેક વાગ્યે તેમના આ સ્કૂટરને મ્હોં પર રૃમાલ બાંધેલો એક શખ્સ હંકારી ગયો છે. આ બાબતની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પીએસઆઈ વી.બી. બરબસીયાએ આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh