Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળે વૃદ્ધને અજાણ્યા બાઈકે હડફેટે લીધાઃ
જામનગર તા. ૨૩ઃ લાલપુર તાલુકાના મીઠોઈ ગામના પાટિયા પાસે ગુરૃવારે સાંજે એક ખાનગી બસે યુવાનને હડફેટે લીધા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે તળાવની પાળના પાછળના ભાગમાં ગઈરાત્રે એક વૃદ્ધને બાઈકે ઠોકર મારી ઈજા પહોંચાડી છે. લાલબંગલા રોડ પર સપ્તાહ પહેલાં સ્કૂટર-બાઈક ટકરાતા બાઈકચાલકને ઈજા થઈ છે.
લાલપુર તાલુકાના મીઠોઈ ગામના ભગીરથસિંહ ભીખુભા જાડેજા નામના યુવાન ગુરૃવારે સાંજે મીઠોઈ ગામના પાટિયા પાસેથી ખંભાળિયા તરફના રોડ પર જઈ રહ્યા હતા ત્યારે જીજે-૩-એઝેડ ૫૯૭૨ નંબરની દ્વારકાધીશ ટ્રાવેલ્સની બસના ચાલકે તેઓને હડફેટે લીધા હતા. રોડ પર પછડાયેલા ભગીરથસિંહને માથાના પાછળના ભાગમાં ઈજા અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મીઠોઈ ગામના જ વિક્રમસિંહ વખતસિંહ જાડેજાએ બસના ચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીકના જૂના નાગના ગામમાં રહેતા નિલેશ ગોપાલભાઈ રાઠોડ નામના સતવારા યુવાન ગઈ તા.૧૩ની બપોરે પોતાના જીજે-૧૦-ડીએમ ૮૫૬૪ નંબરના બાઈકમાં લાલબંગલા પાસેથી જતાં હતા ત્યારે સામેથી પુરપાટ ધસી આવેલા જીજે-૧૦-ડીપી ૧૨૦૪ નંબરના એક્સેસ સ્કૂટરના ચાલકે તેઓને ઠોકર મારી પછાડ્યા હતા. અકસ્માતમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા નિલેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ નાસી ગયેલા સ્કૂટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરની પંડયા ફળીમાં આવેલા શાસનમ્ એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રકાંતભાઈ મણીલાલ મહેતા (ઉ.વ.૮૪) નામના વૃદ્ધ ગઈકાલે રાત્રે તળાવની પાળના પાછળના ભાગમાંથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે તેઓને એક અજાણ્યું બાઈક ઠોકર મારીને નાસી ગયું હતું. રોડ પર પછડાયેલા ચંદ્રકાંતભાઈને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. તેઓએ અકસ્માત સર્જી નાસી ગયેલા મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial