Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકે જ ભુંડથી બચવા વહેતો કર્યાે હતો વીજપ્રવાહઃ
જામનગર તા. ૨૩ઃ જામજોધપુરના કલ્યાણપર ગામમાં ખેતી કરતા એક પ્રૌઢનું ખેતરના શેઢે ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા ચાર મહિના પહેલા મૃત્યુ નિપજ્યું હતું. તે પછી ગઈકાલે તેમના મોટાભાઈએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મૃતકે જ ભુંડથી બચવા માટે ખેતર ફરતે કરાયેલી વાયરની ફેન્સીંગમાં જીવંત વીજ પ્રવાહ વહેતો મૂક્યો હતો અને તેમાંથી તેમને શોર્ટ લાગ્યો હતો.
જામજોધપુરના કલ્યાણપર ગામમાં વસવાટ કરતા મૂળ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નગર પીપરીયા ગામના બધાભાઈ જેરામભાઈ પાટડીયા નામના પંચાવન વર્ષના પ્રૌઢ ગઈ તા.૩ ઓગસ્ટની રાત્રે ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરે હતા ત્યારે તેઓને વીજ આંચકો લાગ્યો હતો. તેઓનું સારવાર મળે તે પહેલા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની બીજા દિવસે સવારે અન્ય લોકોને જાણ થઈ હતી.
ત્યારપછી ગઈકાલે મૃતકના મોટાભાઈ ગાંડુભાઈ પાટડીયા એ પોલીસને વિગતો આપી છે કે, તેમના મૃત્યુ પામનાર ભાઈ બધાભાઈએ ખેતરમાં ભુંડ ઘૂસી જતાં હોય તેનાથી પાકનો બચાવ કરવા અને ખેતરમાં રાખેલી ભેંસ વીયાવાની હોય તે માટે છાણના ખાતરના ઢગલા પાસે ફેન્સીંગ કર્યા પછી તેમાં જીવંત વીજ પ્રવાહ વહેતો મૂક્યો હતો. તે પછી બનાવની રાત્રે બધાભાઈ જ વાડ પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને અકસ્માતે ફેન્સીંગને અડકી જવાથી વીજ આંચકો લાગ્યો હતો અને તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આ નિવેદન પરથી પોલીસે આઈપીસી ૩૦૪ હેઠળ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial