Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૩ઃ જામનગરના બેડી વિસ્તારમાં આવેલા સરકારી ખરાબામાં ૨૬ વર્ષ પહેલાં એક આસામીએ કબજો જમાવી પોતાનું બંગલા જેવું મકાન ખડકી દીધુ હતું. તે બાબતે કલેક્ટર તંત્રના ધ્યાનમાં આવ્યા પછી શરૃ થયેલી તપાસના અંતે ગઈકાલે સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બની આ આસામી સામે પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના બેડી વિસ્તારમાં બંદર રોડ પરથી ગરીબનગર પાણાખાણ વચ્ચે આવેલી રે.સ.નં.૪૦વાળી જગ્યામાં સરકારી ખરાબો આવેલો હતો. તે ખરાબા ૨૬ વર્ષ પહેલા બેડીના જ રઝાક નુરમામદ સાયચા નામના આસામીએ બંગલા જેવું મકાન ઉભુ કર્યું હતું.
તે જમીન સરકારી હોવા છતાં તેના પર રઝાક સાયચાએ બંગલો બનાવી લેતાં તેની વિગતો કલેક્ટર તંત્ર સુધી પહોંચી હતી. ત્યારપછી ગતિમાન થયેલા તપાસના ચક્રો દરમિયાન સરકારી ખરાબામાં મકાન બનાવી લેવાયાનું ખૂલતા ગઈકાલે જામનગર શહેર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ કે. જાદવે ખુદ ફરિયાદી બની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સરકારી ખરાબામાં મકાન બનાવી તે જગ્યા પર ગેરકાયદે કબજો જમાવવા અંગે રઝાક નુરમામદ સાયચા સામે ગુજરાતના જમીન પચાવી પાડવા સામેના કાયદા-૨૦૨૦ ની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. સિટી ડીવાયએસપી જે.એમ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial