Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા પાસે પાણી ભરેલા ખાડામાં રિક્ષા ખાબકતા ચાલકનું નિપજ્યું મૃત્યુ

રિક્ષાચાલક બીમારીથી પીડાતા હતાઃ

જામનગર તા. ૨૩ઃ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢને મગજમાં પૂરતું લોહી નહીં પહોંચવાની બીમારી વળગ્યા પછી ગઈકાલે બપોરે રિક્ષા લઈને કનસુમરાના વાડી વિસ્તારમાંથી પસાર થતાં આ પ્રૌઢ ચાલુ રિક્ષાએ ચક્કર આવી જતાં રિક્ષા સાથે નજીકમાં આવેલા પાણીના ખાડામાં પડી ગયા હતા. તેઓનું ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે.

જામનગરના બેડી વિસ્તારમાં આવેલા રાસંગપરામાં વસવાટ કરતા અને રિક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા હાજીભાઈ સીદીકભાઈ સાંઘાણી (ઉ.વ.પપ) નામના પ્રૌઢને છેલ્લા એકાદ વર્ષથી મગજમાં લોહી પહોંચતુું ન હોવાના કારણે અવારનવાર માથું દુખતું હતંુ અને ચક્કર આવી જતાં હતા. તે બીમારીની સારવાર કરાવવામાં આવતી હતી.

તે દરમિયાન ગઈકાલે બપોરે હાજીભાઈ જામનગર નજીકના કનસુમરા ગામમાં રિક્ષા સાથે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે માર્ગમાં અચાનક ચક્કર આવી જતાં તેઓની રિક્ષા નજીકમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ઈજા પામેલા હાજીભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર વસીમભાઈ સાંઘાણીએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh