Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોવાથી
જામનગર તા. ૨૩ઃ જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ.ના ચેરમેન સહિતના ચાર હોદ્દેદારોની નિમણૂક માટે આગામી તા. ૨૯ના ચૂંટણી યોજવામાં આવી છે. વર્તમાન ડાયરેક્ટરો દ્વારા નવા હોદ્દેદારો ચૂંટી કાઢવામાં આવશે.
જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ.ના વર્તમાન ચેરમેન પી.એસ. જાડેજા સહિતના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે.
આથી ચેરમેન, વાઈસ ચેરમેન, એમડી અને બેંક પ્રતિનિધિ એમ ચારેય હોદ્દેદારોની નિમણૂક માટે આગામી તા. ૨૯ના ચૂંટણી યોજવામાં આવી છે.
આ માટે બેંકના ૧૪ ડાયરેક્ટર જેમાં રાજ્ય સરકારના બે મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા તથા માર્કેટ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા તેમજ રજીસ્ટ્રાર તથા ગુજરાત સ્ટેટ સહકારી બેંકના પ્રતિનિધિ એમ ૧૬ ઉમેદવાર મતદાન કરશે અને નવા હોદ્દેદારોની વરણી થશે.
જો કે ભાજપ પ્રેરીત જુથના શાસનવાળી બેંકના નવા હોદ્દેદારો માટે મતદાન થવાની શક્યતા નથી પરંતુ સર્વાનુમત્તે વરણી થવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial