Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ર૬ ડિસેમ્બરે સંજરી ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ર૩ઃ જામનગરના સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું છે.
થેલેસેમિયાના દર્દીઓ માટે મહારકતદાન કેમ્પનું પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.૧ર ના કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત અલ્તાફભાઈ ખફી અને કેરાલાથી આવેલા હાજી સિહાબભાઈનો રકતતુલા કાર્યક્રમ યોજાશે.
તા.ર૬-૧ર-ર૩ ના સવારે ૧૦-૩૦ વાગ્યે શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળા જેલ રોડ, પવનચક્કી મહારકતદાન અને રકતતુલાનો કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં કેરાલાના સામાજિક કાર્યકર હાજી સિહાબભાઈ (ભારતથી ચાલીને હજજએ બૈયતુલા જઈ આવેલ) મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે અને મુખ્ય મહેમાન તરીકે જામનગર જિલ્લાના માજી સંસદ સભ્ય અને ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ, ઈમરાનભાઈ ખેડાવાલા ધારાસભ્ય અમદાવાદ, ગ્યાસુદીનભાઈ શેખ, પૂર્વ ધારાસભ્ય અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મો જાવેદ પીરજાદા પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન વાંકાનેરના સૈયદ સોહેલ કાદરી દ્વારા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial