Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વેલન્સમાં એક લાશને સીમા પાર લઈ જતા આતંકીઓ દેખાયા- તપાસ શરૃઃ વ્હાઈટ નાઈટ કોર્પ્સ
શ્રીનગર તા. ર૩ઃ જમ્મુના અખનૂરમાં એક આતંકવાદી ઠાર કરાયો છે અને ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સર્વેલન્સ કેમેરામાં ૩ આતંકવાદી મૃતદેહ લઈને જતાં જોવા મળ્યા હોવાની વિગતો પણ જાહેર થઈ છે.
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં ખૌરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકવાદી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો. ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોપ્સે સોશિય મીડિયા પોષ્ટ દ્વારા આ માહિતી આપી હતી.
સેનાએ કહ્યું હતું કે શુક્રવાર (રર ડિસેમ્બર)ની રાત્ર ચાર આતંકવાદી સર્વેલન્સ કેમેરામાં જોવા મળ્યા હતાં. આ દરમિયાન સુરક્ષા દળોએ ગોરીબાર કર્યો હતો. કેમેરામાંં ત્રણ આતંકવાદી એક મૃતદેહને આંતરરાષ્ટ્રીય બોર્ડર પાર લઈ જતા જોવા મળ્યા હતાં.
સેનાઅ તેમના ફૂટેજ પણ જાહેર કર્યા છે. ઘટના અંગે વધુ માહિતી મળવાની બાકી છે. અખનૂર રાજૌરીથી લગભગ ૬૬ કિમી દૂર છે, જ્યાં ગુરૃવારે (૨૧ ડિસેમ્બર) આતંંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૨૧ ડિસેમ્બરે પૂંછ અને રાજૌરી વચ્ચે ડેરા લેનમાં સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંં પાંચ જવાનો શહીદ થયા હતાં. બે જવાનોની હાલત ગંભીર છે. આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી-ફાસિસ્ટ ફ્રન્ટ એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકવાદીઓએ અમેરિકન એમ-૪ કાર્બાઈન એસોલ્ટ રાઈફલ્સથી સેના પર હુમલો કર્યો હતો.
હુમલાના દિવસે થાનામંડી-સુરનકોટ રોડ પર ડેરા કી ગલી વિસ્તારમાંં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બપોરે ૩ વાગે સેનાની મારૃતિ જિપ્સી અને એક ટ્રક ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૃ કરી દીધો હતો. શહીદ થયેલા જવાનોની ઓળખ નાઈક બિરેન્દ્રસિંહ, નાઈક કરણ કુમાર, રાઈફલમેન ચંદન કુમાર, રાઈફલમેન ગૌતમકુમાર તરીકે થઈ છે. સેનાએ પાંચમાં શહીદના નામનો ખુલાસો કર્યો નથી. હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન બોર્ડર પરના લોન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું હતું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે.
બીએસએફ આઈજી અશોક યાદવે પુલવામામાં કહ્યુંં હતું કે આતંકવાદી ગતિવિધિઓને જોતાં અમે (બીએસએફ) અને સેના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છીએ અને સતર્ક છીએ. છેલ્લા કેટલાંક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. જો લોકો અને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial