Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક દ્વારા
જામનગર તા. ૨૩ઃ સેટલમેન્ટ કમિશનર અને જમીન દસ્તર નિયામક ગુજરાત રાજ્ય દ્વારા હંગામી ધોરણે બઢતી, બદલીના આદેશો કરવામાં આવ્યા છે જેમાં સર્વેયર સંવર્ગ-૩ માંથી સિનિયર સર્વેયર સંવર્ગ-૩, કલાર્ક સંવર્ગ-૩માંથી સર્વેયર સંવર્ગ-૩ અને પાટાવાળા સંવર્ગ વર્ગ-૪ માંથી કલાર્ક સંવર્ગ વર્ગ-૩ નો સમાવેશ કરાયો છે. કલાર્કમાંથી સર્વેયરમાં બઢતી મળી છે તેમાં દેવભૂમિ દ્વારકાની ડીઆઈએલઆર કચેરીના જગદિશ આર.નકુમને એજ સ્થળે બઢતી આપી મુકવામાં આવ્યા છે. જ્યારે સિનિયર સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. તેમાં જામનગરની સીટી સર્વે સુપ્રિ.-ર કચેરીના કિશનકુમાર કે .કટેશીયાને જામનગરની ડીઆઈએલઆર કચેરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવિણકુમાર આર. કારેણાને કચ્છમાં, જામનગરની સિટી સર્વે. સુપ્રિ. કચેરીના પ્રકાશભાઈ જી. રાઠોડને સુુપ્રિ.લેન્ડ રેકોર્ડ કચેરી જામનગરમાં અને દેવભૂમિ દ્વારકાની ડીઆઈઆરએલ કચેરીના નવીનકુમાર ડી. પરમારને દેવભૂમિ દ્વારકાની સુપ્રિ. લેન્ડ રેકોર્ડ કચેરીમાં, ઉપરાંંત દેવભૂમિ દ્વારકાના સંજય નકુમને કચ્છમાં, હિતેષ બી. પરમારને મોરબી, ભાવિન વી. જાદવને લેન્ડ રેકોર્ડ કચેરીમાંથી ડીઆઈએલઆર દેવભૂમિ દ્વારકા, સંજયભારથી ગૌસ્વામીને ડીઆઈઆરએલ માંથી લેન્ડ રેકોર્ડ કચેરીમાં, કેતન એન. બાલધા, દિનેશ બી. ડાંગર ડી.કે. વસરાને જામનગરમાં મુકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના કે.એસ. ચુડાસમાને ડીઆઈએલઆર કચેરીમાંથી સિટી સર્વે સુપ્રિ. ખંભાળીયામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એચ.જી. કારેણાને એ જ જિલ્લામાં અને જામનગરથીકે.બી. રાઠોડને કચ્છમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial