Advertisement
Author: નોબત સમાચાર

કર્ણાટકમાં હવે શાળા તથા કોલેજોમાં હિજાબ પહેરવાની છૂટઃ સિદ્ધારમૈયા સરકારનો નિર્ણય

ભાજપનું શાસન હતુ ત્યારે પ્રતિબંંધ મૂકાયો હતો

બેેગ્લોર તા. ર૩ઃ કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે શાળા-કોલેજોમાં પણ હિજાબ પહેરવાની છૂટ આપી દીધી છે અને અગાઉની ભાજપ સરકારે મૂકેલો પ્રતિબંધ હટાવી દીધો છે.

કર્ણાટકની કોંગ્રેસ સરકારે રાજ્યમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે કહ્યું કે અમે હિજાબ પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચીશું. રાજ્યમાં હવે હિજાબ પર કોઈ પ્રતિબંધ નથી. મહિલાઓ હિજાબ પહેરીને બહાર જઈ શકે છે. આ સંદર્ભે અધિકારીઓને આદેશ પાછો ખેંચવા સૂચના આપવામાં આવી છે. દરેક વ્યક્તિને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે. આપણી મરજી મુજબ ખાવાનુંં અને કપડાં પહેરવા એ આપણો અધિકાર છે. મને આમાં કોઈ વાંધો કેમ હોવો જોઈએ ? ગમે તે ગમે તે ખાઈ શકે, ગમે તે પહેરી શકે, આપણે મત મેળવવા માટે આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ.

અગાઉ ઓકટોબરમાં સિદ્ધારમૈયા સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની છૂટ આપી હતી. હકીકતમાં, અગાઉની ભાજપની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે (ર૦રરમાં) વિદ્યાર્થીઓમને શાળાઓ અને કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હિજાબ પર પ્રતિબંંધ બાદ રાજ્યમાં ભારે હોબાળો થયો હતો અને રાજકીય પક્ષોએ પણ તેનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને હાઈકોર્ટમાં પણ પડકાર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ રાહત મળી ન હતી.

આ પછી રાજ્યમાં વિધાનસભાની ચૂંંટણી થઈ અને કોેંગ્રેસની વાપસી થઈ અને હવે સિદ્ધારમૈયા સરકારે હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે. કર્ણાટકમાં હિજાબનો વિવાદ રાજ્યના ઉડુપીની એક સરકારી કોલેજથી શરૃ થયો હતો. જ્યાં મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરીને કોલેજમાં આવતા અટકાવવામાં આવી હતી. શાળા પ્રશાસને હિજાબને કોલેજના યુનિફોર્મ કોડની વિરૃદ્ધ હોવાનું જાહેર કર્યું હતુંં. આ પછી આ વિવાદ અન્ય કોલેજોમાં પહોંેંચ્યો અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વિરોધ પર ઉતરી આવી. આ પછી સરકારે હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મુસ્લિમ વિદ્યાર્થીઓએ હિજાબ પરના પ્રતિબંધને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જ્યાં હિજાબ પ્રતિબંંધના નિર્ણયને યથાવત રાખતા કોર્ટે કહ્યું હતુું કે હિજાબ પહેરવું એ ઈસ્લામની ફરજિયાત ધાર્મિક પ્રથા નથી. આ પછી મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યારે બે ન્યાયાધીશોની બેન્ચે વિભાજિત ચુકાદો આપ્યો હતો. એક ન્યાયાધીશે કહ્યું કે શાળાઓ ગણવેશ લાગુ કરવા માટે અધિકૃત છે, જ્યારે અન્ય ન્યાયાધીશે કહ્યું કે તે પસંદગીની બાબત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh