Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સની ધરપકડઃ બે ફરારઃ નગરમાંથી દારૂ સાથે બે ઝડપાયાઃ
જામનગર તા. ૨૩ઃ ખંભાળિયાના લાલપરડા ગામમાં આવેલી વાણંદકામની એક દુકાનમાંથી પોલીસે દારૃની દસ બોટલ પકડી પાડ્યા પછી લાલપરડા ગામમાં એક ખેતર સ્થિત મકાનમાં દરોડો પાડી ત્યાંથી દારૂની વધુ ૧૬૮ બોટલ કબજે કરી છે. જામનગરમાંથી બે શખ્સ દારૃની બોટલ સાથે પકડાઈ ગયા છે.
ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામમાં વાણંદ કામની એક દુકાનમાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી ખંભાળિયાના જમાદાર હેમત નંદાણીયા, ખીમાભાઈને મળતા પીઆઈ એન.એચ. જોષીના વડપણ હેઠળ ગઈકાલે પોલીસ સ્ટાફે લાલપરડા ગામમાં જયેશ અરવિંદભાઈ રાઠોડ નામના શખ્સની દુકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાં તલાશી લેવાતા વ્હીસ્કીની દસ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી જયેશ રાઠોડની ધરપકડ કરી છે.
આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાના સાગરિત લાલપરડા ગામના જ પરબત નાથાભાઈ પીંડારીયા અને નારણભાઈ ભરવાડનું નામ આપ્યું છે. આ બંને શખ્સની પણ શોધ કરાઈ રહી છે.
ત્યારપછી લાલપરડા ગામથી જૂની ફોટ ગામ તરફ જવાના રસ્તા પર એક પ્રોવિઝન સ્ટોર પાસે આવેલા પરબત નાથાભાઈ પીંડારીયાના ખેતરમાં પોલીસે દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની ૧૬૮ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૬૭,૨૦૦ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી લીધો છે. પોલીસના દરોડા પહેલાં પરબત પીંડારીયા નાસી જવામાં સફળ થયો હતો.
જામનગરના દરેડ પાસે ગોકુલધામ સોસાયટી નજીકથી ગઈકાલે સાંજે પસાર થતાં દરેડના ખોડિયારનગરવાળા સાગર બટુકભાઈ રાઠોડને રોકી પોલીસે ચેક કરતા આ શખ્સના કબજામાંથી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી સાગરની ધરપકડ કરી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર પાનની એક દુકાન પાસેથી ગઈકાલે સાંજે પ્રિતેશ ઉર્ફે પ્રતીક નવીનભાઈ કછટીયા નામનો શખ્સ દારૃની એક બોટલ સાથે ઝડપાઈ ગયો છે. તેણે તે બોટલ ગુજરાતીવાડમાં રહેતા યોગેશ લક્ષ્મણભાઈ પરમાર ઉર્ફે ગરીયા પાસેથી લીધી હોવાનું કબૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial