Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી ધરણેન્દ્ર પદ્માવતી જાગૃત મંડળ દ્વારા ત્રિ દિવસીય કાર્યક્રમઃ
જામનગર તા. ર૩ઃ જામનગરમાં શ્રી ધરણેન્દ્ર પદ્માવતી જાગૃત મંડલ (ઈંદોર, વડોદરા, જામનગર) દ્વારા લોકમાન્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય શ્રી સંજયમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં સિદ્ધ જ્ઞાન સાધના જન્મ મહોત્સવ અંતર્ગત ર૪ ડિસેમ્બર સુધી વિવિધ ધર્મકાર્યાેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગઈકાલે માં પદ્માવતિ ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.
આજે તા. ર૩-૧રને શનિવારે અંકુર એપાર્ટમેન્ટ પાર્ક કોલોની મોટર હાઉસ, બેડી બંદર રોડ, જામનગરમાં સાધના, જ્ઞાન ચર્ચા, વાર્તાલાપ તથા પત્રકાર પરિષદ યોજાશે. તા. ર૪-૧રને રવિવારે સવારે ૧૦ થી ૧રઃ૩૦ દરમ્યાન શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, પટેલ કોલોની નં. ૬માં સનાત્ર પૂજા તથા ભગવાનનાં આંગી વસ્ત્રની સેવા થશે. તા. ર૪-૧રને રવિવારે લોકાગચ્છ કુંવરજી પક્ષ વાડી, ચાંદી બજારમાં સવારે ૧૦ઃ૩૦ થી ૧ર દરમ્યાન નાકોડા ભૈરવ ભક્તિ, બપોરે ૧ર થી ર દરમ્યાન સ્વામી વાત્સલ્ય યોજાશે. વધુ માહિતી માટે નિલય સંઘવી (મો. ૯૮૯૮૨ ૭૨૯૯૦), મલય સંઘવી (મો. ૯૪૦૯૪ ૧૧૨૮૮) પર સંપર્ક સાધવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial