Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે મેરેથોન રન ફોર ફન

પ્રિ-વાઈબ્રન્ટ એક્ટીવીટી અંતર્ગત

જામનગર તા. ૨૩ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા તથા જામનગર સાયકલીંગ ક્લબ-જેસીસી અને ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડ તા. ૨૪-૧૨ને રવિવારે સવારે ૬ વાગ્યે રણમલ તળાવ, ગેઈટ નં. ૧, જામનગરથી પ્રારંભ થશે. ગુજરાત સરકારની વાઈબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થતાં હોય પ્રિ-વાઈબ્રન્ટ એક્ટીવીટી અંતર્ગત આ મેરેથોન દોડ યોજવામાં આવી છે.

મેયર વિનોદભાઈ ખીમસુરીયાના અધ્યક્ષસ્થાને આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોેઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, દંડક કેતનભાઈ નાખવા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશભાઈ શિંગાળા, ન.પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh