Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૧૧૦ જીએએસ અધિકારીઓની સાગમટે બદલીઃ
જામનગર તા. ૨૩ઃ રાજ્યના ૧૧૦ જી.એ.એસ. કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકામાં નાયબ કમિશનરની ખાલી પડેલ જગ્યા ઉપર પણ નિમણૂક થવા પામી છે.
રાજ્ય સરકાર દ્વારા જીએએસ કેડેરના અધિકારીની બદલીનો ગઈકાલે આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એન.એફ. ચૌધરીને જુનાગઢમાં આરએસી તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે શ્રી ચૌધરીના સ્થાને જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કુ. એસ.એમ. કાથડને મૂકવામાં આવ્યા છે.
જ્યારે જામનગર મહાનગરપાલિકામાં ખાલી રહેલી નાયબ કમિશનરની જગ્યાએ વાય.ડી. ગોહિલને મૂકવામાં આવ્યા છે. આમ જામનગર મહાનગર પાલિકામાં લાંબા સમયથી ખાલી રહેલ ડીએમસીની જગ્યા પર આખરે નિમણૂક થઈ છે. જામનગર જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એસ. મંડોળને રાજકોટ સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial