Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી ફાયનાન્સ પેઢીએ નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૩ઃ જામનગરની એક ખાનગી ફાયનાન્સ પેઢી પાસેથી રૃા.૫ લાખની લોન મેળવી એક આસામીએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને બાર મહિનાની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે.
જામનગરની આશા૫ુરા કૃપા ફાયનાન્સ નામની પેઢી પાસેથી રાકેશ ચંદ્રકાંત દવેએ રૃા.પ લાખ લોનપેટે મેળવ્યા હતા. તેની પરત ચૂકવણી માટે પેઢીને ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો.
ત્યારપછી પેઢીના સંચાલક વિજયસિંહ બાલુભા જાડેજાએ નોટિસ પાઠવ્યા પછી કોર્ટમાં રાકેશ દવે સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાકેશ ચંદ્રકાંત દવેને તક્સીરવાન ઠરાવી બાર મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ મીતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial