Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના તબીબને આઈએમએનો પ્રતિષ્ઠિત એવોર્ડઃ
જામનગર તા. ર૩ઃ જામનગરનાં જાણીતા ઓર્થાેપેડીક સર્જન ડો. કે.એસ. માહેશ્વરીને ઈન્ડિયન મેડીકલ એસોસીએશનનો પ્રતિષ્ઠિત 'નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિશિએશન એવોર્ડ' એનાયત થવાની ઘોષણા થતાં તબીબી ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નગરના ગૌરવમાં વધારો થયો છે.
કેરળના તિરૃવનંતપુરમમાં તા. ર૭ અને ર૮ ડિસેમ્બર દરમ્યાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની સેન્ટ્રલ કાઉન્સિલની ૮૪મી નેશનલ કોન્ફરન્સ યોજાશે. જેમાં દેશભરનાં પ્રખ્યાત તબીબો ઉપસ્થિત રહેશે. જે અંતર્ગત ર૭ ડિસેમ્બરે ડો. કે.એસ. મહેશ્વરીને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ડો. કે.એસ.માહેશ્વરી આ પૂર્વે પણ અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનાં પુરસ્કારોથી સન્માનીત થઈ ચૂક્યા છે. તેમણે ગોઠણ બચાવવાનાં ઓપરેશન 'એચ.ટી.ઓ.'નાં ૧૮૦૦ થી વધુ સફળ ઓપરેશન કરી દર્દીઓનાં ગોઠણ બદલાવ્યા વગર તેમને રોજીંદા નવજીવનની ભેટ આપી છે. ઉપરાંત અનુભવ અને આગવી સૂઝનાં આધારે થાપાનાં હાડકાનાં ફ્રેકચરનાં ઓપરેશનને સરળ બનાવતી પ્લેટ 'મહેશ્વરી જિગ્સ' ડિઝાઈન કરી તેની પેટન્ટ મેળવી છે. પ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારીબાપુ પ્રેરિત વિવિધ કેમ્પ સહિત સ્થાનિક તંત્ર સાથે પણ વિવિધ આરોગ્ય અને પ્રજાલક્ષી કેમ્પ તથા વિવિધ ક્ષેત્રે સેવિકીય પ્રદાન સાથે ઓર્થાેપેડીક ક્ષેત્રે દાયકાઓથી પ્રતિબદ્ધતાથી કાર્યરત ડો. કે.એસ. મહેશ્વરીની દિર્ધકાલીન સેવાઓને ધ્યાને લઈ તેમને આઈએમએનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થવાનો છે જેને પગલે સ્થાનિક ઉપરાંત દેશભરનાં તબીબી જગત દ્વારા તેમનાં પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial