Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ટેન્કરચાલકનંું મૃત્યુઃ અન્ય એકને ઈજાઃ
જામનગર તા. ર૩: જામનગરના જોડિયા નજીક કેશીયાથી ભાદરા ગામ વચ્ચેના માર્ગ પર ડિવાઈડર પર વાવવામાં આવેલા છોડમાં બુધવારે બપોરે ટેન્કર વડે પાણી પીવડાવવામાં આવતું હતું ત્યારે તે ટેન્કર પાછળ ડીઝલ ભરેલુ ટેન્કર ટકરાઈ પડતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરથી જોડિયા વચ્ચેના ધોરીમાર્ગ પર ડિવાઈડર પર વાવવામાં આવેલા છોડને પાણી પીવડાવવા માટે ટેન્કર ફાળવવામાં આવ્યું છે. તે ટેન્કર લઈને બુધવારે મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના ડ્રાઈવર રામપ્રતાપ શિવમુરત સિંગ જોડિયાના કેશીયા પાટીયાથી ભાદરા અને તારાણા ગામ તરફ જતા રોડ પર પહોંચ્યા હતા.
તેઓ રોડની ડાબી બાજુ ડિવાઈડરની મીડલ લાઈન પર એમપી-૦૪-એચઈ ૧૯૮૩ નંબરના ટેન્કરને ધીમે ધીમે ચલાવી તેમની સાથે રહેલો કર્મચારી છોડને પાણી પીવડાવતો હતો ત્યારે જીજે-૧ર-એઝેડ ૭૨૧૮ નંબરનું ડીઝલ ભરેલું ટેન્કર તેમની પાછળ ટકરાઈ પડ્યું હતું.
આ અકસ્માતમાં ડીઝલ ટેન્કરના ચાલક મૂળ કચ્છના ભુજ તાલુકાના વતની મીસરીભાઈ બુધાભાઈ રાયશીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ક્રિપાલસિંહ દિગુભા જાડેજાને ઈજા થઈ છે. રામપ્રતાપે જોડિયા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial