Advertisement
Author: નોબત સમાચાર

મોદીજી, તમારૃં લોહી માત્ર કેમેરા સામે જ કેમ ગરમ થાય છે?

ટ્રમ્પ સામે ઝુકીને ભારતના હિતોની કુરબાની કેમ આપી?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩: રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા તેજાબી ભાષણ તથા પાકિસ્તાનને લઈને ભારતના નવા ત્રણ સૂત્રોના અભિગમ અંગે પ્રત્યાઘાતો આપતા રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને ત્રણ સણસણતા સવાલો પૂછ્યા હોવાની પ્રક્રિયામાં ચર્ચા ચાલી રહી છે તે ઉપરાંત આરબીઆઈના નવા દાવાઓ પણ રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાનો વિષય બન્યા છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ સવાલ એ પૂછ્યો છે કે તેઓએ પાકિસ્તાનનો વિશ્વાસ જ શા માટે કર્યો? બીજો સવાલ એ છે કે તેઓ (મોદી) ટ્રમ્પની સામે ઝુકી કેમ ગયા અને ભારતના હિતોની કુરબાની કેમ આપી? તેમનો ત્રીજો સવાલ એ હતો કે 'મોદીજી, તમારૂ લોહી માત્ર કેમેરા સામે જ કેમ ગરમ થાય છે?' આ ત્રણ સવાલ આજે રાષ્ટ્રીય ચર્ચાનો મુખ્ય વિષય છે.

બીજી તરફ આરબીઆઈના એપ્રિલના 'સ્ટેટ ઓફ ધ ઈકોનોમી'માં એવો દાવો કરાયો છે કે ભારત સેવાક્ષેત્રો અને ઓદ્યોગિક સેક્ટરમાં ઘણાં સૂચકાંકોમાં અગ્રેસર રહ્યું છે અને ભારત વિશ્વની ચોથી ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે. અદાલતોની અટારીએથી પણ ઘણાં મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે, જેમાં ઈ.ડી.ને સુપ્રિમ કોર્ટે લિમિટમાં રહેવાનું સૂચવ્યું હોવાની ચર્ચા અગ્રીમતાથી થઈ રહી છે.

હકીકતે રાજસ્થાનમાં વિકાસકામોના લોકાર્પણ વખતે પાકિસ્તાનની બોર્ડર પરથી પાકિસ્તાનને લલકાર્યું હતું અને પડોશી દેશને જ આતંકવાદી ગણીને હવે એક પણ હુમલો થાય, તો પાકિસ્તાનની ખેર નથી, તેવા મલતબની ચિમકી આપ્યા પછી રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે વડાપ્રધાનનું લોહી માત્ર કેમેરા સામે જ કેમ ગરમ થાય છે? આજે ભાજપના વક્તા-પ્રવક્તા-નેતાઓ રાહુલ ગાંધીને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે, ત્યારે એવો કટાક્ષ થઈ રહ્યો છે કે સરહદે તો સંઘર્ષ વિરામ થઈ ગયો, અને સેનાએ પરાક્રમ કરી દેખાડ્યું, પરંતુ એક તરફ ભારતીય પ્રતિનિધિ મંડળો વિદેશમાં પાકિસ્તાનનો નકાબ ચીરી રહ્યા છે, ત્યારે દેશમાં હાલ પૂરતા યુદ્ધ વિરામની જરૂર છે, તો વિપક્ષો કહે છે કે, સેનાના પરાક્રમોનો લાભ લેવાનો એનડીએ દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. જોઈએ, હવે આગળ શું થાય છે તે...

બીજી તરફ ભારતીય રિઝર્વ બેંકના એક રિપોર્ટને ટાંકીને ભારત દુનિયાની ચોથી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં પ્રગતિ કરી રહ્યું હોવાનો થઈ રહેલો દાવો પણ ટોક ઓફ ધ નેશન બન્યો છે. સંદર્ભસૂચિત રિપોર્ટમાં જણાવાયું છે કે અત્યારે વૈશ્વિક વ્યવસ્થા અસ્પષ્ટ છે. ટ્રમ્પ ટેરિફના કારણે નબળું પડેલું શેરબજાર ફરીથી તેજીની દિશામાં આગળ વધી રહ્યું હતું. ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય શેરબજાર હાલના અસ્થિર વૈશ્વિક પ્રવાહો વચ્ચે ટકી રહ્યું છે. આઈએમએફ દ્વારા પણ અંદાજો સુધાર્યા છે, અને ભારતીય ઈકોનોમીને અત્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકસતિ અર્થવ્યવસ્થા વિશ્વ કક્ષાએ ગણાવાઈ રહી છે. સારો રવિ પાક, ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં તેજી, ફૂગાવામાં રાહત અને ટેકનોલોજી તથા ડિજિટલ પ્રગતિને હકારાત્મક ગણાવીને એવો દાવો કરાઈ રહ્યો છે કે, ભારતીય અર્થતંત્ર દુનિયાની ચોથી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી ગતિ કરી રહ્યું છે.

અત્યારે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિપક્ષો સવાલો પૂછી રહ્યા છે, અને બીજી તરફ સર્વપક્ષિય પ્રતિનિધિઓ વિદેશોમાં ભારતનો પક્ષ રાખવા પ્રવાસ કરી રહ્યા છે, તેની ચર્ચાની વચ્ચે આરબીઆઈનો કોઈ રિપોર્ટ ટાંકીને થઈ રહેલી ચર્ચા પણ ટોક ધ નેશનલ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh