Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના વરવાળા પાસે હોટલને બંધ કરી તોડી પાડવા આદેશ થતાં ખળભળાટ મચ્યો

નવું બાંધકામ પણ ન કરવા તંત્ર દ્વારા આપી દેવાઈ સ્રૂચનાઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૩: દ્વારકા નજીક વરવાળામાં નવી ઉભી કરાતી એક હોટલનું ડિમોલિશન કરવા અને નવું બાંધકામ અટકાવી દેવા આદેશ કરાતા ખળભળાટ મચી ગયો છે. આ હોટલમાં કાયદા મુજબ ફાયર સેફટી ન હોવા ઉપરાંત પર્યાવરણ અને સુરક્ષાના નિયમો વિરૂદ્ધ બાંધકામ થતું હોવાની રજૂઆત થયા પછી આ આદેશ કરવામાં આવ્યો છે.

દ્વારકા તાલુકાના વરવાળા પાસે આવેલી પાંચ માળથી હોટલને તાકીદે બંધ કરી તેનું ડિમોલિશન કરવા દ્વારકા પ્રાંત અધિકારી અમોલ અવાટે દ્વારા હુકમ કરતા ચર્ચા જાગી છે.

આ અંગેની વિગત એવી છે કે, હુસેન ભારમલ દ્વારા વરવાળા ગામે સ.નં.૬૮માં પ્લોટ નં.૫થી ૧૧માં પાંચ માળનું બાંધકામ કરી ધ સ્કાય કમ્ફર્ટ બીથ હોટલમાં નવું બાંધકામ ચાલતું હોય જાગૃત નાગરિકની ફરિયાદ થતાં પાંચ માળની દરિયાથી તદ્દન નજીક હોટલમાં ફાયર એનઓસી કે સાધનો ન હોય, ગ્રામ પંચાયતની મંજૂરી પરવાનગી લીધી ન હોય તથા રહેણાંકના પ્લોટમાં વાણિજયીક બાંધકામ ઉપયોગ થતો હોય શરત ભંગ થતો હોય તથા દરિયાથી નજીક ૧૧૦ મીટરના અંતરે જ આવેલી હોય સીઆર ઝેડ ઝોન તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ એકમ સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાંત અધિકારી દ્વારા તા.૮-પ-રપ, તા.૧-૪-૨૫ના રૂબરૂ સુનાવણી પણ રખાઈ હતી. તે પછી પણ સંતોષકારક હકીકતો, દસ્તાવેજ રજૂ ન થતાં પ્રાંત અધિકારી અમોલ અવાટે દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અન્વયે તાકીદે હોટલ બંધ કરવા, બાજુમાં થતું નવું બાંધકામ પણ અટકાવવા વરવાળા ગ્રામ પંચાયતે પ્રાંત અધિકારીના અવલોકન સંદર્ભમાં નિયમાનુસાર ડિમોલિશન કરવા સુધીની કાર્યવાહી કરવા હુકમ કર્યાે હતો. પંદર દિવસમાં પોલીસ બંદોબસ્ત સાથે પગલાં લેવા હુકમ થતાં દ્વારકા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh