Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની આઈસીડીએસ કચેરીમાં મહિલા કર્મચારીને ઝીંકાયો ફડાકો

દંપતીએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરમાં આંગણવાડીમાં નોકરી કરતા એક મહિલા કોર્પોરેશનની આઈસીડીએસ કચેરીમાં હતા ત્યારે ત્યાં ધસી આવેલા એક દંપતીએ ઝઘડો કરી ધમાલ મચાવી હતી. મહિલાએ ફડાકો ઝીંકયો હતો અને તેના પતિએ ધક્કો મારી આ કર્મચારીને પછાડ્યા હતા. એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપી આ દંપતી ચાલ્યંુ ગયું હતંુ. તેની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ એ માં રહેતા અને જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખામાં ગઈ કાલે સાંજે આંગણવાડીમાં ફરજ બજાવતા રીટાબેન હસમુખભાઈ દેલવાડીયા હાજર હતા. આ વેળાએ પુષ્પાબેન શ્રીમાળી તથા તેમના પતિ અનિલભાઈ શ્રીમાળી આવ્યા હતા. આ વ્યક્તિઓએ રીટાબેનની ફરજમાં રૂકાવટ કરી ગાળો ભાંડ્યા પછી પુષ્પાબેને ફડાકો ઝીંકી દીધો હતો અને અનિલભાઈએ ધક્કો મારી તે મહિલાને પછાડી દીધા હતા. આ વ્યક્તિઓએ એટ્રો સિટીના કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી. રીટાબેેને સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh