Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રણજીતસાગર રોડ પર ૩૩ દબાણો હટાવવા મેગા ડિમોલીશન ૫ુનઃ શરૂ

આજે અંદાજે રૂ. ૧ કરોડની કિંમતની ૬૬ હજાર ફૂટ જગ્યા થશે ખૂલ્લીઃ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે બે સ્થળે પાડતોડ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા એક દિવસના વિરામ પછી આજે રંગમતિ નદી પછી નાગમતિ નદીના કિનારે રણજીતસાગર રોડ પર અલગ અલગ બે સ્થળોએ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના માટે ૬ જેસીબી મશીન અને ૪ ટ્રેક્ટર, ૧ હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને ૩૩ ગેરકાયદેસર દબાણકારોને નોટીસ પાઠવ્યા પછી આજે મેગા ડિમોલીશન કરવામાં આવ્યું છે, અને અંદાજે ૬૬ હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે, જેની અંદાજિત કિંમત એકાદ કરોડ ગણાવાઈ રહી છે.

શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં મનપાના ૧૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે અને ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ મેગા ડિમોલીશન હાથ ધરાયું છે.

રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને પરમદિવસે કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને સવારથી સાંજે ૬ વાગ્યા સુધીમાં પ૦,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરી લેવાઈ હતી. ત્યારપછી એક દિવસનો વિરામ લઈને આજે સવારે રંગમતિ નદી કિનારે જુદા જુદા બે સ્થળોએ તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે, અને ૩૩ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે ૬૬,૦૦૦ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી ટીમ અને ૧૦૦ થી વધુ સ્ટાફ ઉપરાંત સિટી 'એ' ડિવિઝનનો મહિલા પોલીસ સહિતનો વિશાળ પોલીસ કાફલો જોડાયો છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાનીની રાહબરી હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખાની ટીમ, ટીપીઓ શાખાની ટીમ, ફાયર વિભાગની ટૂકડી વગેરે મળી ૧૦૦ થી વધુ કર્મચારીઓ આજના મેગા ડિમોલીશનમાં જોડાયા હતાં, અને અલગ અલગ બે ટીમો બનાવાઈ હતી.

સમગ્ર ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવા માટે ૬ જેસીબી મશીનો, ૧ હિટાચી મશીન, ૪ ટ્રેક્ટર સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

બન્ને સ્થળે સિટી ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા અને સિટી 'એ' ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડાની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો છે, જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે, અને આજે બન્ને સ્થળે ૩૩ જેટલા દબાણવાળું અધિકૃત બાંધકામ તોડી પાડી અંદાજે એકાદ કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ રહી છે. કુલ ૩૦૦ જેટલા દબાણો હટાવવા દૈનિક ધોરણે પાડતોડ કરી આ મેગા ઓપરેશન સંપન્ન કરાશે તેમ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh