Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે આયોજનઃ
જામનગર તા. ૨૩: ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે તા. ૧ર-૩-ર૦રપ ના શ્રી ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધ્રોલમાં જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ, જામનગર શ્રી એ.એમ. સિદ્ધપરાના પ્રમુખસ્થાને યુવાનો માટે "યુવાનોની સહકારી પ્રવૃત્તિમાં સહભાગીદારી" વિષય ઉપર એક સેમિનાર યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી બોલતા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, જામનગર શ્રી એ.એમ. સિદ્ધપરાએ જણાવેલ કે, આંતરરાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા ર૦રપ ના વર્ષેને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ આ વર્ષ દરમિયાન જુદા-જુદા સહકારી સેમિનાર, કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિથી અવગત થઈ સહકારી પ્રવૃત્તિમાં જોડાય અને "સહકારથી સમૃદ્ધિ" નું સૂત્ર સાર્થક થાય તેવો સરકારનો અભિગમ રહેલો છે. ખાસ કરીને આજે સહકારી પ્રવૃત્તિમાં યુવાનો પોતાની સહભાગીદાર બની સહકારી પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે આજના સમયની તાતી જરૂરિયાત છે. વધુમાં તેઓએ વિવિધ પ્રકારની સહકારી પ્રવૃત્તિ વિશે યુવાનોને માહિતગાર કરી સહકારી પ્રવૃત્તિમાં જોડાવા માટે આહ્વાન કર્યુ હતું.
આ સેમિનારમાં ઉ૫સ્થિત જામનગર જિલ્લા સહકારી સંઘના માનદ્મંત્રી, સહકાર ભારતીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વશરામભાઈ ચોવટીયાએ જિલ્લા સહકારી સંઘની વિવિધ પ્રવૃત્તિથી યુવાનોને માહિતગાર કરી, જુદી-જુદી સહકારી સંસ્થાઓ વિશેની કામગીરીથી વાકેફ કરેલ. આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીના ઓફિસ સુપ્રિ. એચ.પી. કટારમલે સહકારના સિદ્ધાંતો વિશે વિસ્તૃત સમજણ આપી, અમુલ, ઈક્કો, ક્રીભકો વિશે માહિતી આપતા જણાવેલ કે, સહકારી ક્ષેત્રે યુવાનો માટે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે.
આ સેમિનારમાં સ્વાગત પ્રવચન કોલેજના પ્રિન્સિપાલ ડો. વિજયભાઈ સોજીત્રાએ કરેલ, આભારવિધિ એકતા કોલેજના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ મેંદપરાએ કરેલ તેમજ વાઈસ પ્રિન્સિપાલ ડો. કે.વી. ડોબરીયા, ડો. ગુલાબભાઈ ગાવીત, નશુબેન ચૌધરી, સમીરભાઈ લીંબડ વિગેરે અધ્યાપકો તેમજ કોલેજના યુવાનો અને યુવતીઓએ હાજરી આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રજ્ઞેશભાઈ નારાણીએ કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial