Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ત્રણના નામ ખૂલ્યા છેઃ
જામનગર તા. ર૩: મણીપુર-નાગાલેન્ડમાં કેટલાક શખ્સોએ બોગસ હથિયાર લાયસન્સ બનાવડાવી તેને કેટલાક શખ્સોને વિતરીત કરી નાખ્યા હતા. બોગસ પરવાના પર કેટલાક શખ્સોએ અગ્નિ શસ્ત્ર ખરીદી લીધા હતા. જેમાં જામનગરના ત્રણના પણ નામ ખૂલ્યા હતા. આ કૌભાંડમાં ગઈકાલે મહેસાણા જિલ્લાના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
મણીપુર-નાગાલેન્ડમાંથી નકલી ગન લાયસન્સ બનાવી દેશભરમાં તેને વિતરણ કરવાના ઝડપાયેલા કૌભાંડમાં સુરતમાંથી એટીએસે સગડ શોધ્યા હતા. તે પછી સુરતના કટાર ગામના ગજાનન ગન હાઉસવાળા અતુલ ચીમનભાઈ પટેલ પાસેથી બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદનાર દિલીપ શાંતિભાઈ રોય, કલ્પેશ ધનજી માંગુકીયા, મેરૂ હમીર બેલા નામના ત્રણ શખ્સને પકડી લેવામાં આવ્યા હતા.
આ શખ્સો પાસેથી બોગસ હથિયાર લાયસન્સ કબજે કરાયા પછી પૂછપરછ કરાતા સુરતના ચાર, આણંદ, મહેસાણા, અમદાવાદ, જુનાગઢના કેટલાક શખ્સો તેમજ જામનગરના ત્રણ શખ્સના પણ નામ ખૂલ્યા હતા તેમાંથી મહેસાણાના કડીના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial