Advertisement
Author: નોબત સમાચાર

ભારતને સાથીદારોની જરૂર છે, ઉપદેશકોની નહીઃ વિદેશમંત્રી

યુરોપીયન દેશોના બેવડા વલણો પછી એસ. જયશંકરની સાફ વાતઃ આડે હાથ લીધા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૩: ભારત-પાક. તંગદીલી પછી ભારતે પાકિસ્તાનને સબક શિખવ્યા પછી ભારતને સુફિયાણી સલાહો આવતા યુરોપીયન દેશોને ભારતના વિદેશમંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભારતને સાથીદારોની જરૂર છે. ઉપદેશકોની નહીં.

વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને આડે હાથ લીધા છે. નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતા જયશંકરે કહૃાું કે, ભારતને પાર્ટનર એટલે કે સાથીદારોની જરૂર છે, નહીં કે ઉપદેશકોની. યુરોપિયન યુનિયન પહેલાં વાસ્તવિકતા પર નજર કરે અને પછી અમને ઉપદેશ આપે. યુરોપની તકલીફો વિશ્વની સમસ્યા છે, પરંતુ વિશ્વની તમામ સમસ્યાઓ યુરોપની નથી. યુરોપ માને છે કે, જે તેનું છે તે તેનું જ છે અને અમારા પર પણ તેનો હક છે. ખરેખર યુરોપે પોતાની આ માનસિકતામાંથી બહાર આવવું જોઈએ.

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી મુદ્દે યુરોપિયન યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ કાજા કલાસે તણાવ શાંતિથી ઉકેલવા અપીલ કરી હતી. જ્યારે બીજી બાજુ યુરોપિયન દેશ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ કરી મોસ્કો માટે પડકારો ઉભા કરી રહૃાું છે. કિવને જરૂરી સૈન્ય અને આર્થિક સહાય આપી રહૃાું છે. યુરોપના આ બેવડા વલણ પર જયશંકરે આકરા પ્રહારો કર્યા હતા. તમે તો આતંકવાદનો ઈનકાર કરતાં આવ્યા છો. પરંતુ અમે સતત આઠ દાયકાથી આ સમસ્યાનો સામનો કરી રહૃાા છીએ. તમે જે સત્ય જોઈને જાગ્યા છો, તેનો અમે વર્ષોથી સામનો કરી રહૃાા છીએ, તેમ જણાવી જયશંકરે કહૃાું કે, અમારી પાસે બે આકરા પાડોશી છે. ચીન અને પાકિસ્તાન. અમે પાકિસ્તાન તરફથી આતંકવાદની સમસ્યાનો સામનો કરી રહૃાા છીએ. પરંતુ મને લાગે છે કે, યુરોપિયન દેશો અમારી આ સમસ્યાઓને નજરઅંદાજ કરતાં આવ્યા છે. ચીન પણ અમારી સરહદોમાં ઘૂસણખોરી કરી અવળચંડાઈ કરી રહૃાું છે.

આ મુદ્દે એક પત્રકારે તેમને પૂછ્યું કે, જો પાકિસ્તાન અને ચીન સાથેનો તણાવ દૂર કરવામાં આવે તો ત્રણેય દેશ ઝડપથી આગળ વધશે. જેના પર જયશંકરે જવાબ આપ્યો કે, તમે યુરોપમાં બેઠા હોવાથી તમને લાગી રહૃાું છે કે, આ સમસ્યા સરળતાથી ઉકેલાઈ શકે છે. પરંતુ ભારતે હંમેશાં સુરક્ષાના પડકારોનો સામનો કર્યો છે. અમે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપીએ છીએ. ભારતના સુરક્ષાના પડકારો યુરોપની તુલનાએ અનેકગણા છે. આ સ્થિતિમાં અમારે સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. યુરોપની સ્થિતિ બીજા વિશ્વ યુદ્ધ બાદ શાંતિપૂર્ણ અને સ્થિર છે.

વિદેશ મંત્રીએ કહૃાું કે, યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ ૧૯૯૧-૯૨ પછી સ્થિતિ સામાન્ય બની છે. સ્થિરતા વધી છે. જિઓ-પોલિટિકલ ક્ષેત્રે માહોલ સામાન્ય બન્યો છે. પણ અમારી સ્થિતિ સામાન્ય નથી. તેમણે કહૃાું કે, યુરોપ આજની વાસ્તવિકતા પર નજર કરે. આ વાસ્તવિકતા સાથે અમે છેલ્લા આઠ દાયકાથી જીવી રહૃાા છીએ. જેથી અમારી પાસે સુરક્ષાને મજબૂત બનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં ટ્રમ્પનો મધ્યસ્થી બન્યા હોવાનો દાવો નકરાતા જયશંકરે કહૃાું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાતચીતના માધ્યમથી યુદ્ધવિરામને સહમતિ આપી છે. કોઈ ત્રીજા પક્ષે દખલગીરી કરી નથી. આ અમારા બે દેશો વચ્ચેનો મુદ્દો છે. જેને અમે જાતે જ ઉકેલીશું. આગળ પણ અમારે કોઈ મધ્યસ્થીની જરૂર નથી. અમે પાકિસ્તાન સાથે વાત કરવા તૈયાર છીએ. પરંતુ જો તે આતંકવાદનો ખાતમો કરવા પર ફોકસ કરે તો જ તેની સાથે વાતચીત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh