Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ, ધારાસભ્ય, મેયર, વેપારીઓ, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં બહેનો જોડાઈઃ
જામનગર તા. ૨૩: ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના એરબેઝ પર કડક પ્રહાર કરીને દેશવિરોધી આતંકવાદી ષડયંત્રનો ખાતમો કરવામાં આવ્યો છે. આ પરાક્રમભરી વિજયગાથા આપણા વીર જવાનોના અદમ્ય સાહસ અને રાષ્ટ્રનિષ્ઠાનું જીવંત ઉદાહરણ છે. આ શૌર્યના અવસર પર, તેમના સન્માનમાં જામનગર શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સિંદૂર યાત્રા-તિરંગા યાત્રા''નું આયોજન કરવામાં આવ્યું હતું. શોર્યને વંદન કરી, રાષ્ટ્રભક્તિનો સંકલ્પ ફરીથી દ્રઢ કરી ભારતીય સૈન્યનો જુસ્સો વધારવાના ભાગરૂપે નગરમાં યોજાયેલી સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, જામનગર શહેર ભાજપના કોર્પોરેટરો, નગરના વેપારીઓ, જુદી જુદી સેવાકીય સંસ્થાના અગ્રણીઓ ખાસ કરીને વિશેષ સંખ્યામાં ઉપસ્થિત બહેનો, હોમગાર્ડના ભાઈઓ, અને માજી સૈનિક મંડળના પૂર્વ સૈનિકો વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા.
જામનગરના રણજીતનગર પટેલસમાજ પાસે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવોના હસ્તે હારતોરા કરાયા બાદ આકાશમાં ત્રિરંગા બલૂન છોડીને તિરંગા યાત્રા નો પ્રારંભ કરાયો હતો.
સૌ પ્રથમ ભારત માતાના સ્વરૂપમાં નગરના એક કન્યાને ખુલ્લી જીપમાં બિરાજમાન કરાવાયા હતા, ત્યાર બાદ તમામ મહાનુભાવો અને અન્ય નગરજનો પદયાત્રા કરીને હાથમાં તિરંગો ફરકાવીને આ સિંદૂર યાત્રામાં જોડાયા હતા. અને સમગ્ર યાત્રાના રૂટ પર ભારત માતાકી જયના નારા ગજવ્યા હતા.
તળાવની પાળે શહીદ સ્મારક પાસે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી, જ્યાં તમામ મહાનુભાવોએ વીર શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી, અને સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial