Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૩: જામનગર તાલુકાના પસાયા-બેરાજા ગામમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી સામે ગ્રામજનોમાં નારાજગી ફેલાયેલ છે. આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વાંધા અરજી કરવામાં આવી છે. પસાયા-બેરાજા ગામના અનેક લોકોએ જિલ્લા કલક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, ગામમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલી રહી છે. આ ટાવરમાંથી નિકળતા રેડીએશનમાંથી લોકોના આરોગ્ય પર ખતરો ઝઝુંબી રહ્યો છે. આથી આ કામગીરી રોકાવી જોઈએ, જો આ ટાવર શહેરની મધ્યમાં ઊભો કરવાના બદલે ગામની બહાર ઊભો કરવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી. આમ, ગ્રામજનોનો વાંધો કંપની કે ટાવર સામે નથી, પરંતુ સ્થળ સામે છે, આથી તાકિદે કામગીરી અટકાવી સ્થળ ફેરફારની સૂચના આપવી જોઈએ.
જામનગરના કિરીટસિંહ ભીખુભા જાડેજા પાસેથી રૂ.૩ લાખ ખંભાળિયાના ભાવેશગર અરવિંદગર ગોસ્વામીએ હાથઉછીના લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ભાવેશગરને એક વર્ષની કેદની સજા અને રૂ.૩ લાખનો દંડ ફટકાર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ નિર્મળસિંહ એન. જાડેજા, લખધીરસિંહ વી. ગોહિલ, ઓમદેવસિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial