Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના દંપતીએ રહેવા માટે મળેલો ફ્લેટ પચાવી પાડ્યાની વૃદ્ધે કરી ફરિયાદ

ફ્લેટ માલિક મૂળ રાજકોટના અને હાલ જામનગરમાં સ્થાયીઃ

જામનગર તા. ૧૬ઃ રાજકોટના એક આસામીએ પોતાનો ફ્લેટ સાળાના પરિચિતને રહેવા માટે આપ્યા પછી આ વ્યક્તિએ તે ફ્લેટ પચાવી પાડ્યો હતો. હાલમાં જામનગર રહેવા આવી ગયેલા મૂળ માલિકે પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના લીમડાલાઈન વિસ્તારમાં પોતાના ભાઈના ઘેર રહેવા આવેલા મૂળ રાજકોટના જયપ્રકાશભાઈ શામજીભાઈ સાપરીયાએ રાજકોટ પોલીસમાં પોતાના સાળાના પરિચિત જયેશ સાવલાણી, મીનાક્ષીબેન સાવલાણી, જય જયેશભાઈ સાવલાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જયપ્રકાશભાઈ મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ રાજકોટમાં અગાઉ એલ્યુમિનિયમના વાસણ બનાવવાનંુ કામ કરતા હતા તેમાં સફળતા નહીં મળતા તેઓ પોતાનો યાજ્ઞિક રોડ પર આવેલા ન્યુ જાગનાથ પ્લોટ સ્થિત વૃંદાવન એપાર્ટમેન્ટનો ફ્લેટ બંધ કરીને જામનગર રહેતા પોતાના મોટાભાઈને ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા.

તે દરમિયાન સાળાના પરિચિત જયેશ સાવલાણી આ ફ્લેટની સફાઈ રાખતા હતા. વર્ષ ૨૦૧૪માં જયેશે પોતાને ચાર મહિના પછી નવા ફ્લેટનો કબજો મળવાનો છે તેમ કહી ચાર મહિના માટે રહેવા ફ્લેટ આપવાનું જયપ્રકાશભાઈને કહેતા વિશ્વાસ રાખી તેઓએ ફ્લેટ જયેશને રહેવા આપ્યો હતો. તે પછી વર્ષ ૨૦૨૨માં ફરીથી રાજકોટ રહેવા આવવાનું જયપ્રકાશભાઈએ નક્કી કરતા જયેશ સાવલાણી અને તેની પત્ની તથા પુત્રએ ફ્લેટ ખાલી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આથી જયપ્રકાશભાઈએ પોતાનો ફ્લેટ પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh