Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં આગામી તા. ર૮ જાન્યુઆરીએ નેત્રયજ્ઞ

મહંતશ્રી રામસ્વરૂપદાસજી મહારાજની પૂણ્યતિથિએ

જામનગર તા. ૧૬ઃ જામનગરની સમર્પણ જનરલ હોસ્પિટલમાં પરમ વંદનીય મહંતશ્રી રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબની ર૯ મી પુણ્યતિથિ નિમિત્તે નેત્રયજ્ઞનું આયોજન સ્વ. સામતભાઈ ડોસાભાઈ કારાવદરા તથા દાદી સ્વ. સુમરીબેન કારાવદરા તથા દાદા સ્વ. ડોસાભાઈ કારાવદરા, સ્વ. સીદીભાઈ જીવાભાઈ વીસાણા તથા સ્વ. મણીબેન સીદીકભાઈ વીસાણાના સ્મરણાર્થે શ્રી કૈલેશભાઈ સામતભાઈ કારાવદરા, શ્રીમતી હિનાબેન કૈલેશભાઈ કારાવદરા પરિવાર તથા કબીર આશ્રમ, જામનગરના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે. જેમાં શ્રી સમર્પણ આંખની હોસ્પિટલમાં વિનામુલ્યે દર્દીઓના આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન તથા નેત્રમણી આરોપણ અંગેનો કેમ્પ તા. ર૮-૧-ર૪ ને રવિવારના સવારે  ૯ થી ૧ર વાગ્યા સુધી આઈ કેમ્પ રાખવામાં આવેલ છે. દર્દીઓ તથા તેઓની સાથે આવેલા સહાયકને કેમ્પના સ્થળે નિવાસ, ભોજન તથા ચા-પાણીની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે આંખના નિષ્ણાત ડો. આર.ટી. જાડેજા, ડો. મિત્તલ કડીવાર સેવા આપશે. આ નેત્રયજ્ઞનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ ઉપરોકત દર્શાવેલ તારીખે સમયસર હાજર રહેવા ચીફ ટ્રસ્ટી ભાયાભાઈ જે. કેશવાલાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh