Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી દ્વારા
જામનગર તા. ૧૬ઃ લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી દ્વારા વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરમાં તા. ૧૮-૧-ર૦ર૪ થી તા. ર૧-૧-ર૦ર૪ સુધી લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ 'એલઆઈબીએફ એક્સ૫ો-ર૦ર૪'નું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
લોહાણા મહાપરિષદના પ્રમુખ તથા લોહાણા ઈન્ટરનેનલ બિઝનેસ ફોરમના ચેરમેન સતિષભાઈ વિઠ્ઠલાણીના જણાવ્યા પ્રમાણે આ મેગા ફેરમાં વિશ્વમાંથી ટોચના વ્યવસાયિકો તથા ઉદ્યોગપતિઓ તેમજ ૩૦ થી વધુ દેશોના સરકારી પ્રતિનિધિઓ હાજર રહેશે. તેઓ તેમની સેવાઓ તથા ઉત્પાદનોનું પ્રદર્શન રજૂ કરશે. ભારતમાં કદાચ સૌ પ્રથમ વખત એક જ પ્રદર્શનમાં ૩૪ થી વધુ ઉદ્યોગો એક જ છત નીચે હશે.
એલઆઈબીએફ એક્સ્પો ર૦ર૪ સંબંધો બાંધવા અને તકો અને મૂલ્ય બનાવવા માટે વિવિધ વૈશ્વિક વ્યવસાયોને જોડવા માટે તેમજ નેટવર્ક માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. જે ભાગીદારી તેમજ મોટા આંતરરાષ્ટ્રીય વ્યાપારી નેતાઓ, વૈશ્વિક સરકારી સંસ્થાઓ, ઉદ્યોગના અગ્રણીઓ અને નિષ્ણાતો વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓ માટે એક છત નીચે ભેગા થશે. વિશ્વભરના ઘણાં દેશોમાંથી સરકારી-અર્ધસરકારી સંસ્થાઓ આ એક્સ્પોમાં ભાગ લેશે.
એલઆઈબીએફ એક્સ્પો-ર૦ર૪ એ યુરો એક્ઝિમ બેંક, વિનમાર્ટ, રવિન ગ્રુપ, ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ., ઈસ્કોન ગ્રુપ, માધવાણી ગ્રુપ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાંથી નોંધપાત્ર રસ અને ભાગીદારી મેળવી છે. ઉદ્યોગના નેતાઓની આ વૈવિધયાસભર એસેમ્બલી વૈશ્વિક વ્યાપાર અને સાંસ્કૃતિક વિનિમય માટે એક ચુંબક તરીકે એસ્કપોને રેખાંકીત કરે છે.
આ એક્સ્પો સંપૂર્ણપણે સરકારની 'સબકા સાથ, સબકા વિકાસ' વિચારધારાનો પડઘો પાડે છે. જેનો અર્થ સર્વસમાવેશક વિકાસ છે. એક્સ્પો સેગમેન્ટના સૌથી મોટા ઉદ્યોગો તેમજ નાના સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગ તેમજ એવા યુવાનોની આશાઓ પૂરી કરશે કે જેમની પાસે આઈડિયા છે, પરંતુ તેઓ કનેક્ટ કરવા માટે તક શોધી રહ્યા છે.
લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન તેમજ એલઆઈબીએફ ડીરેક્ટર શ્રી વિજયભાઈ કારિયાના જણાવ્યા અનુસાર આ ચાર દિવસીય ઉચ્ચ સ્તરીય ઈવેન્ટ ૩૦ થી વધુ દેશોના વ્યવસાયોને એક છત નીચે એક કરવા માટે એક અનોખા પ્લેટફોર્મ તરીકે કામ કરશે. મોટા પ્રદર્શકોમાં મોટા બિઝનેસ હાઉસ, વ્યાવસાયિકો, સ્ટાર્ટ અપ્સ, અને નાણાકીય સંસ્થાઓ વિવિધ સરકારી સંસ્થાઓ વિચારશીલ નેતાઓ અને રોકાણકારોનો સમાવેશ થાય છે. આ એક્સ્પો એ વિવિધ ક્ષેત્રોના વૈવિધ્યસભર વ્યવસાયોનો એક અનોખો મેળાવડો છે જે વિચારોની આપ-લે કરવા તેમજ રોકાણ અને વેપારની તકો શોધવા માટે ભેગા થાય છે.
લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી દ્વારા એક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય તેના સભ્યોના બિઝનેસ અને બ્રાન્ડની તકોની શોધખોળ, સંલગ્ન અને વિસ્તરણ કરવાનો છે. તે મુડી રોકાણની તકો પૂરી પાડશે અને સાથે સાથે વેપાર સંબંધોને પણ વધારશે. એલઆઈબીએફ એક્સ્પો ર૦ર૪ એ સબકા વિશ્વાસ જીતવા માટે વિવિધ ક્ષેત્રોના વિવિધ વ્યવસાયોનો અનોખો મેળવાડો છે. વધુ વિગતો માટે મો. ૭૯૭૭૧ ૦૧૦૧૧ ઉપર સંપર્ક કરી શકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial