Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળાએ જતી કિશોરીઓમાં કૌશલ્ય સંવર્ધનના હેતુથી
જામનગર તા. ૧૬ઃ જામનગર જિલ્લા આઈસીડીએસ વિભાગના માર્ગદર્શન હેઠળ પૂર્ણા યોજના અંતર્ગત ૧પ થી ૧૮ વર્ષની શાળાએ ના જતી કિશોરીઓ માટે કૌશલ્ય સંવર્ધન થાય તે હેતુથી તાજેતરમાં કિશોરી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા પંચાયત, જામનગરની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૃા. પ લાખની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા આઈડીસીએસ વિભાગના તમામ ઘટક દ્વારા પોતાના ઘટકની શાળાએ ના જતી કિશોરીઓ કૌશલ્ય સંવર્ધન સાથે અલગ-અલગ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે.
તાજેતરમાં લાલપુરમાંથી પ૪ અને ધ્રોલમાંથી ૩૭ એમ કુલ ૯૦ જેટલી કિશોરીઓ માટે ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ હેઠળ ચાલતી ઓખાઈ-હેન્ડીક્રાફટ સેન્ટરની મુલાકાત માટે પ્રવાસનું આયોજન કરાયું હતું. જ્યારે સેન્ટરમાં કામ કરતી મહિલાઓએ કિશોરીઓને તેમના સેન્ટર અને વર્ક વિષે સમગ્ર જાણકારી આપી હતી.
ઓખામંડળના ગામડાઓમાં સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓ તેમના ઘરનું સંચાલન કરતી વખતે અને તેમનમા ઘરે જ કઈ રીતે કામ કરીને પોતાની પારંપારિક હસ્તકલાને જાળવે છે, ઓખાઈ ઉત્પાદનો, ગ્રામીણ જીવનશૈલી, તેમની ધાર્મિક વિધિઓ અને તેમની દંતકથાઓની જીવંત અભિવ્યક્તિ તરીકે મિરર વર્ક, પેચવર્ક, ભરતકામનો ઉપયોગ, મહિલાઓના વસ્ત્રો, પુરૂષોના વસ્ત્રો, હોમ ડેકોર પ્રોડકટસ અને એસેસરીઝ બનાવવામાં આવે છે. જે સમગ્ર કામગીરીથી કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી. તેમજ કિશોરીઓને સમર્પિત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમના અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન કિશોરીઓને લેવા-મૂકવા માટે બસની વ્યવસ્થા, અલ્પાહાર-પાણી ભોજન, મેડિકલ કીટ વગેરેની સુચારું વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ પ્રવાસ બાદ તમામ કિશોરીઓને ફીડબેક લેવામાં આવ્યા હતાં. આ સમગ્ર પ્રવાસનું તમામ સંચાલન સંકલિત બાળ વિકાસ કચેરી, ધ્રોલ અને લાલપુર આઈસીડીએસ વિભાગના અધિકારી, કર્મચારીગણ અને જિલ્લા આઈસીડીએસ કચેરીના નોડલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા પંચાયતના આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બીનલ બી. સુથાર, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial