Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયતના સભ્યોના ફોન અધિકારીઓ ઉપાડતા નહીં હોવાની રાવઃ
જામનગર તા. ૧૬ાઃ જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિ.પં. પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે સમ્પન્ન થઈ હતી.
આ બેઠકમાં ર૦રર-ર૩ ના રૃા. ૪,૮૧,પ૯૪ ની રકમમાંથી ૧૦ ટકા રકમ અનામત રાખી જિલ્લામાં વિવિધ કામો અંગે જિ.પં. સભ્યોને રૃા. ૧૮-૧૮ લાખ ફાળવવાનો ઠરાવ થયો હતો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૧૦ ટકા રકમ પૂરા થયેલા કામોની જાળવણી માટે રાખવા છે.
જામનગર જિલ્લામાં આઠેક જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરીત થઈ ગયા હોય તેને ડીસમેન્ટસ કરી નવા બનાવવાના કામને મંજુર કરાયા હતાં. આ કામો સરકારની પીઆઈયુ એજન્સી કરશે.
જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની બેઠક મળે અને તેમાં જે કાર્યવાહી થાય તેની જાણ માત્ર સમિતિના સભ્યોને જ નહીં, પણ તમામ સભ્યોને આપવાનું સૂચન કરાયું હતું. જેથી જિ.પં.ના વહીવટ અને કામગીરીમાં પારદર્શતા આવે.
માસિક હિસાબોની ચર્ચામાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સૂચન કર્યું હતું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના હિસાબો અલગ-અલગ રીતે દર્શાવવા જોઈએ. સરકારમાં ભલે સંકલિત હિસાબો મોકલવામાં આવે.
પૂર્વ ઉપપ્રમુખ નયનાબેન તેમજ અન્ય સભ્યોએ આમરા-દોઢિયા, મકાજી મેઘપર, પીઠડીયા ગામના રસ્તાના કામો અધુરા મૂકી દેવાયા હોવાની રજુઆત કરી હતી. આ કામો કયારે પૂરા થશે ? તેના જવાબમાં જણાવાયું કે કોન્ટ્રાકટરોને નોટીસો આપી દેવામાં આવી છે. જો દસ દિવસમાં કામ નહીં થાય તો તેમને ટર્મીનેટ કરવામાં આવશે. જો કે, કોન્ટ્રાકટરોને પેમેન્ટ નહીં ચૂકવાયા હોવાથી કામ અધુરા રહ્યા હોવાનું પણ ચર્ચાયું હતું.
લખધીરસિંહ જાડેજાએ લૈયારામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચાર-ચાર વરસથી પ્રશ્ન પેન્ડીંગ છે, તો તેના જવાબમાં જણાવાયું કે સરકાર દ્વારા રીટેન્ડરીંગ કરી કામ પૂર્ણ કરી દેવામાં આવશે.
આજની બેઠકમાં ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડે. ડીડીઓ જાડેજા, તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ સામાન્ય સભામાં બે-ત્રણ મહિલા સભ્યોના પતિદેવોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો !
આજની સભામાં પૂર્વ ઉપપ્રમુખ નયનાબેને અધિકારીઓ, કર્મચારીઓ ફોન નહીં ઉપાડતા હોવાની રજુઆત કરતા તમામ સભ્યોએ તેના સુર પુરાવ્યો હતો. જે માટે હેમંતભાઈ ખવાને ઠરાવ કરવા સૂચન કરતા કરમશીભાઈ ચનીયારાએ છેલ્લી તક આપવા જણાવ્યું હતું.
સુજલામ-સુફલામ યોજના કામોનું આગોતરું આયોજન કરવા ધારાસભ્ય હેંમંતભાઈ ખવાએ સૂચન કર્યું હતું, કારણ કે ગત વરસે સર્વે, દરખાસ્ત, મંજુરી, ટેન્ડર પ્રક્રિયા વગેરે થઈ ત્યાં તો વરસાદ આવી જતાં કામો થયા ન હતાં. આ વરસે આગોતરૃં આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial