Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ વિકાસની ઝાંખી રજૂ

નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભઃ

ખંભાળીયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા બાળકો દ્વારા તિલક કરીને રથનું સ્વાગત કરાયું હતું. તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પણ લાભ આપવામાં આવ્યો હતો.

કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને માહિતી જન જન સુધી મળે તેવા આશય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના પરિભ્રમણની સાથે સાથે ગામડે ગામડે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને જુમાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતાં.

તદુપરાંત કાર્યક્રમમાં ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરી ફિલ્મ પણ નિહાળી હતી અને આરોગ્ય કેમ્પનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh