Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાનના પૂર્વ મંત્રી મહેશ જોષીના ઘર સહિતના સ્થળોએ ઈડીના દરોડાઓ

જળ જીવન મિશન કૌભાંડમાં કાર્યવાહીઃ

નવી દિલ્હી તા. ૧૬ઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા રાજસ્થાનમાં 'જલ જીવન મિશન'માં કથિત અનિયમિતતાઓને લગતી તથા તેની મની લોન્ડરીંગની તપાસમાં રાજસ્થાનના પૂર્વ મંત્રી મહેશ જોષી અને બે અધિકારીઓ તથા બે કોન્ટ્રાક્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહેશ જોષીના બે ઘર પર દરોડા પાડી તેમની તથા તેમના પરિવારના બે સભ્યોની કેટલીક ફાઈલો અંગે પૂછપરછ ચાલી રહી છે.

એજન્સીએ અગાઉ દાવો કર્યો હતો કે ઘણાં વચેટિયાઓ અને પ્રોપર્ટી ડીલરોએ રાજસ્થાન સરકારના પીએચઈ વિભાગના અધિકારીઓને 'જલ જીવન મિશન'માંથી ગેરકાયદેસર રીતે અધિગ્રહણ કરાયેલ ભંડોળને દૂર કરવા મદદ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ઈન્ડિયન રેલવે કન્સ્ટ્રકશન ઈન્ટરનેશનલ લિમિટેડ દ્વારા જારી કરાયેલ કથિત 'બનાવટી' વર્ક કમ્પ્લીશન સર્ટીફિકેટના આધારે અને પીએચઈના વરિષ્ઠ અધિકારીઓને 'લાંચ' આપીને જળ જીવન મિશનના કામો સંબંધિત ટેન્ડરો મેળવવામાં કોન્ટ્રાક્ટરો સામેલ હતાં. વિભાગ પર એવો આક્ષેપ કરાયો હતો.

જલ જીવન મિશનમાં ભ્રષ્ટાચારના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. પાણીની પાઈપલાઈન ફાઈલોમાં પડેલી જોવા મળી હતી, પરંતુ જમીન પર આખી લાઈન ગાયબ જોવા મળી હતી. આટલું જ નહીં, સ્થળ પર પ્લાસ્ટિકની પાઈપો મળી આવી હતી. લોખંડને બદલે પલાસ્ટિકની પાઈપો મળી, તે પણ નબળી ગુણવત્તાની જયપુરના તુંગા અને અમરસરમાં ચોંકાવનારો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો. રાષ્ટ્રીય જલ જીવન મિશનના તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે જે પાઈપલાઈન નાખવાની હતી તેમાંથી અડધી પાઈપલાઈન પણ સ્થળ પર મળી ન હતી. આટલું જ નહીં, લોખંડને બદલે પ્લાસ્ટિકની પાઈપ નાખવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh