Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ પક્ષકારોને મોટો ઝટકો...
નવી દિલ્હી તા. ૧૬ઃ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જીદના જગ્યાના વિવાદમાં સુપ્રિમ કોર્ટે આજે મસ્જીદની જગ્યામાં સર્વે કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે કરવાની મંજુરી આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના મસ્જીદનું નિરીક્ષણ કરવા માટે કમિશનરની નિમણૂક કરવાના આદેશ પર રોક લગાવી દીધી છે અને મથુરામાં વિવાદીત જગ્યાના સર્વે પર પ્રતિબંધ મુક્યો છે. આ કેસમાં હવે વધુ સુનાવણી આગામી તા. ર૩ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. સુપ્રિમ કોર્ટના સર્વે પરના પ્રતિબંધના આદેશથી હિન્દુ પક્ષકારોને મોટો ઝટકો લાગ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial